બેડીના સેલ્ટર હોમની મુલાકાત લેતા મેયર-ચેરમેન

  • November 21, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મહાપાલિકા સંચાલિત બેડીના સેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવે છે, ત્યારે ગઇકાલે સાંજે એકાએક મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા અને સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ ઓચિંતી મુલાકાત લઇને સેલ્ટર હોમમાં રહેતા લોકોની પૂછપરછ કરી હતી અને તેમને કોઇ અગવડ હોય તો જણાવવા કહ્યું હતું, પદાધિકારીઓની ઓચિંતી મુલાકાતથી અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી, જો કે શાસક પક્ષના નેતા આશિષ જોશી કે દંડક કેતન નાખવાની ગેરહાજરી નોંધનીય હતી, શાસક પક્ષના નેતાને આમંત્રણ મળ્યું ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application