વડિયા તાલુકાના માયાપાદર ગામે જુગારમાં ભીનું સંકેલાયું, પણ તપાસના નામે મીંડું!

  • September 18, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના કુંકાવાવ આઉટપોસ્ટ વિસ્તારના માયાપાદર ગામે તા. ૧૦–૦૯ના રોજ તાલુકામાં પ્રથમ વખત ટોકનથી રમાતો જુગાર પકડાયો હતો. આ જુગાર રમનાર તમામ શખ્સો તાલુકા બહારના લોકો હતા ત્યારે વડિયા પોલીસે આ જુગારને જાહેર સ્થળે બતાવી રકમ સહીતની બાબતોમાં કંઈક છુપાવ્યાની ચર્ચાઓ સમગ્ર તાલુકામાં થતી જોવા મળી રહી છે ત્યારે આ જુગારમાં પોલીસે ભિનું સંકેલી કંઈક વહીવટ પડો હોવાનું માની શકાય છે. આ જુગાર પકડાયા પછી તેમાં થયેલી કાર્યવાહી પર અનેક સવાલો લોકોમાં થતા જોવા મળી રહ્યા છે.
આ જુગાર પકડાયા ત્યારે બપોરે બાદનો સમય હતો ધોળા દિવસે કોઈ ગામમાં જાહેર જગ્યામાં તાલુકા બહારના લોકોને ગામ લોકો જુગાર રમવાની છૂટ આપતા હશે ? જુગારમાં જે ટોકન ઉપયોગમાં લેવાયા તે જુગારીઓ જ લઈને આવ્યા હતા કે પછી સ્થાનિક કોઈએ પૈસા જમા લઈને આપ્યા હતા?  આ ટોકનના પિયાનો કયાંય કોઈ ઉલ્લ ેખ જ નથી તો આ નાણાં કયાં ગુમ થઇ ગયા? જુગાર રામાતો હતો તે જાહેર જગ્યા હતી કે કોઈ વ્યકિત દ્રારા કલબ જ ચલાવાતી હતી? એવા તે કયાં સંજોગો બન્યા કે પોલીસને રાત પેહલા તમામને ટેબલ જામીન આપી દેવા પડા?  ટેબલ જામીનમાં પણ કુંકાવાવ પોલીસ મથકે તાત્કાલિક તાલુકા બહારના લોકોના જામીન પણ હાજર થઇ ગયા તો તેને કોલ કોણે કર્યા ? સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટેબલ જામીન આપવા પણ પોલીસે તગડા વહીવટ પાડા હતા ? જુગારમાં પણ મસ મોટી રકમ પકડાઈ હતી આ બધુ કયાં છુ થઇ સંતાઈ ગયુ? આ તમામ પ્રશ્નો હાલ સમગ્ર વડિયા કુંકાવાવ વિસ્તારની જનતામાં ચર્ચાતા જોવા મળી રહ્યા છે ત્યારે ભ્રષ્ટ્રાચારમાં અવ્વલ નંબરે આવતું આ તત્રં મીડિયા અહેવાલના એક સાહ પછી પણ ભિનું સંકેલાય ગયેલા જુગારધામ પ્રકરણ બાબતે કોઈ તપાસ કરતી નથી તે પરથી સ્પષ્ટ્ર થાય છે કે હવે ગૃહ વિભાગે અમરેલી જિલ્લ ા અને વડિયા કુંકાવાવ તાલુકા પોલીસ વિભાગમાં સ્વચ્છતા અભિયાન ચલાવવું ખુબ જરી બની ચૂકયું છે. ત્યારે રેન્જ આઇજી અને જિલ્લ ા પોલીસ વડા દ્રારા આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે એ વાત નક્કી છે. હવે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ તટસ્થ તપાસ કરાવશે કે પછી સબ સલામતના જ ગુણગાન ગાશે તે તો આવનારો સમય જ બતાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application