આજે ચિત્ર સ્પષ્ટ: ગાંધીનગરમાં સૌથી વધુ ૩૦ અને બારડોલીમાં ૩ ઉમેદવાર

  • April 22, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતમાં કોંગ્રેસના સત્તાવાર અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થયા પછી સુરતમાં કોંગ્રેસ ચૂંટણી જંગમાંથી નીકળી ગઈ છે. આજે બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચવાના હોવાથી સુરતની ઘટના પછી ભારે ઉત્તેજના રાજકારણમાં જોવા મળે છે. ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાની એક વોર્ડની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેવાની ઘટના જેવું કઈં નહીં બનેને ?તે આશકાથી આજે બપોર સુધી કોંગ્રેસમાં ભારે દોડધામ જોવા મળી હતી.

લોકસભાની સામાન્ય ચૂંટણી–૨૦૨૪ તથા વિધાનસભાની ૦૫ બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.૧૨ એપ્રિલથી તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ ૪૩૩ ઉમેદવારો દ્રારા તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે ૩૭ ઉમેદવારો દ્રારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.
તા.૨૦ તથા તા.૨૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્રારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ ૩૨૮ ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે ૨૭ ઉમેદવારો માન્ય ઠર્યા છે. જેમાં ૬–ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ ૩૦ ઉમેદવારો તથા ૨૩–બારડોલી (અ.જ.જા) લોકસભા બેઠક પર સૌથી ઓછા ૩ ઉમેદવારો માન્ય ઠર્યા છે.


વિધાનસભા બેઠકોની વાત કરીએ તો ૨૬–વિજાપુર બેઠક પર સૌથી વધુ ૮ યારે ૮૫–માણાવદર અને ૧૦૮–ખંભાત બેઠક પર સૌથી ઓછા ૪ ઉમેદવારો માન્ય ઠર્યા છે.સ્ક્રુટીની બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્રો તા.૨૨ એપ્રિલના રોજ બપોરે ૩ વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ હરિફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application