ભાણવડ વિસ્તારમાં અષાઢી માહોલ વચ્ચે એક ઇંચ: અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં પલ્ટો આવ્યો: ભાણવડના મોરજરમાં ભારે પવન ફુંકાયા બાદ બે દિવાલ ઘસી પડી: ખંભાળીયા અને કલ્યાણપુરના કેટલાક ગામોમાં ઝાપટા: આવતીકાલથી હિટવેવ શ : ઉનાળુ પાકને નુકશાન
ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે ભાણવડ અને ખંભાળીયા પંથકમાં કેટલાક ગામોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડતાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ગઇકાલે ભાણવડ પંથકના મોરઝર ગામમાં અડધાથી એક ઇંચ વરસાદ પડયો છે, જયારે પવનને કારણે બે સ્થળોએ દિવાલ ઘસી પડી હતી, માવઠાથી કેરીના પાકને ભારે નુકશાન થયું છે, ઉપરાંત ખેતીને પણ માવઠાની માર લાગી છે. હજુ આજે પણ હાલારના કેટલાક ગામડાઓમાં વાદળીયું વાતાવરણ રહેશે, આવતીકાલથી ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હિટવેવ થશે તેવી હવામાન ખાતાની આગાહી છે.
ભાણવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે મોરઝરમાં ભારે પવન ફુંકાયો હતો અને થોડીવારમાં જ અષાઢ મહીનો હોય તેવી રીતે વાતાવરણ થયું હતું અને જોતજોતામાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડયો છે, આજુબાજુના ગામડાઓમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ પડયાના વાવડ છે, મોરઝરમાં રમેશભાઇ પટેલ અને ગીરીશભાઇ ચનીયારાની મકાનની દિવાલ તુટી પડી હતી, જો કે કોઇપણ જાતની જાનહાની થઇ ન હતી.
આ ઉપરાંત ગુંદા, ચોખંડા, રોઝીવાડા અને જામજોધપુરના ગોપ પંથકમાં તેમજ ખંભાળીયાના કેટલાક ગામડાઓમાં હળવાથી ભારે ઝાપટા પડયા હતાં, જો કે ગઇકાલે ભાણવડ શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો પરંતુ વરસાદ પડયો ન હતો, ભાણવડ અને જામજોધપુર પંથકમાં ગઇકાલે 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગામડાઓમાં કેટલાક મકાનના નળીયા ઉડી ગયા હતાં, લોકોના જણાવ્યા મુજબ ભરઉનાળે અષાઢી માહોલ જેવી સ્થિતિ થઇ હતી. જો કે હવામાન ખાતાએ બે દિવસ હળવા વરસાદ અને થન્ડર સ્ટ્રોમ એકટીવીટી થવાની સંભાવના વ્યકત કરી છે, વેર્સ્ટન ડીસ્ટબન્સને કારણે સાયકલોન સરકયુલેશનની અસરથી આજે પણ હાલારના કેટલાક ગામડાઓમાં વરસાદ પડે તેવી શકયતા છે.
ગઇકાલે દ્વારકા જિલ્લાના ખંભાળીયાની આજુબાજુના ગામડાઓમાં પહેલી ડમરી ઉડી હતી અને ત્યારબાદ હળવાથી ભારે ઝાપટા પડયા હતાં, આ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થયું છે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ તા.16 થી 18 હીટવેવ થવાની શકયતા છે, એટલે મહત્તમ તાપમાન 40 ડીગ્રીને પાર કરી જશે, આમ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામોમાં ઓચીંતી મેઘસવારી આવી પહોંચી હતી અને ભરઉનાળે અષાઢ જેવો માહોલ છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech