ધારીમાં મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન, અમરેલી SOGએ ઉઠાવી તપાસ કરતા મોબાઈલમાંથી પાક-અફઘાનનાં વ્હોટ્સએપ ગ્રુપની ચેટ મળી

  • May 02, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમરેલી એસઓજીએ ધારી મદ્રેસાના શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે, પોલીસે મૌલાનાનો મોબાઈલ તપાસતા વ્હોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સાત જેટલાં ગ્રુપ મળતાં પોલીસેએ દિશામાં તપાસ હાથ ધરી છે.


મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું ખુલ્યું

આ અંગે મળતી માહિતી મુજબ, ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ પર એસઓજીને શંકા ગઇ હતી, જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું


મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ

પોલીસે મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઇલ કબજે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી સાત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં ગ્રુપ મળ્યાં છે, જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે.


જોકે હજી તેની પૂછપરછ ચાલુ છે

આ અંગે અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે મૌલાનાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ લાગતાં એની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે, જોકે હજી તેની પૂછપરછ ચાલુ છે. આ મૌલાના પાકિસ્તાની કનેક્શન ધરાવે છે કે કેમ એ તેની તપાસ બાદ સામે આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application