ન્યારી ડેમ પાસે ફલેટમાંથી રૂા.૩૪,૩૦૦ની મત્તાની ચોરી

  • June 06, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલાવાડ રોડ પર ન્યારી ડેમ પાસે આવેલા આઉટ ઓફ ધ બોકસ રિસોર્ટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અને અહીં નજીકમાં જ સફલ એપાર્ટમેન્ટમાં ફલેટમાં રહેતા આ યુવાન અને સાથી કર્મચારીનો સમાન અને રોકડ મળી .૩૪,૩૦૦ ની મત્તા કોઇ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ ચોરીમાં એક શખસને ઉઠાવી લઇ તેની સઘન પુછતાછ કરવામાં આવી રહી છે.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ભાણવડના પાછતર ગામના વતની અને હાલ કાલાવડ રોડ પર ન્યારી ડેમ પાસે આઉટ ઓફ ધ બોકસ રિસોર્ટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરનાર પ્રકાશ કરશનભાઈ કારેણા(ઉ.વ ૨૪) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી અહીં નોકરી કરે છે અહીં રિસોર્ટની બાજુમાં જ સફલ બિલ્ડિંગમાં લેટ નંબર ૧૦૧ માં તે તથા તેની સાથે રિસોર્ટમાં નોકરી કરતા રાહત્પલ ધ્રાંગીયા, સુભાષ ગોહેલ અને નયન ચૌધરી રહે છે.


ગત તા.૪ ૬ ના સવારના દસેક વાગ્યે સુભાષ અને નયન વહેલા નોકરી પર નીકળી ગયા હતા ત્યારબાદ ૧૫ મિનિટ બાદ ફરિયાદી તથા રાહત્પલ બંને નોકરીએ જવા માટે નીકળ્યા હતા. બાદમાં બપોરના ૨:૦૦ વાગ્યા આસપાસ નયન અહીં લેટ પર આવતા લેટના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોય ચોરી થયાની શંકા ગઈ હતી. બાદમાં તપાસ કરતા માલુમ પડું હતું કે, લેટમાં કોઈ શખસોએ પ્રવેશ કરી બે એટીએમ તથા રોકડ પિયા ૭૦૦૦ તથા અન્ય રોકડ . ૫,૩૦૦ એમ કુલ ૧૨,૩૦૦ તથા ત્રણ જોડી ચશ્મા, કાંડા ઘડિયાળ તેમજ દાઢી કરવાનું ટ્રીમર સહિત કુલ પિયા ૩૪,૩૦૦ ની મત્તા ચોરી કરી ગયા હોવાનું માલુમ પડું હતું. જે અંગે આ ફરિયાદ નોંધાવી છે.
બનાવને લઈ તાલુકા પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન અહીં નિરાલી રિસોર્ટ પાસે જ રહેતા એક શખસને આ ચોરીમાં શકમદં તરીકે ઉઠાવી લઈ તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application