‘નીટ’ પેપર લીક કેસનો માસ્ટરમાઈન્ડ ઓરિસ્સાથી પકડાયો

  • August 06, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નીટ પેપર લીક કેસ કૌભાંડમાં સીબીઆઈએ માસ્ટર માઈન્ડની ઓરીસ્સામાંથી ધરપકડ કરી છે અને તેને વધુ પુછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે.
સીબીઆઈએ આ કેસના ’માસ્ટર માઈન્ડ’ મનાતા સુશાંત મોહંતીની ધરપકડ કરી છે.અત્યાર સુધી આ કેસમાં ઓરીસ્સામાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને કુલ 42 લોકોની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ, સુશાંતની ભૂમિકા આ કેસમાં માસ્ટરમાઇન્ડની હોવાનું
કહેવાય છે.
નોંધનીય છે કે આ પહેલા 4 ઓગસ્ટના રોજ પણસીબીઆઈએ નીટ પેપર લીક કેસમાં એક સોલ્વરની ધરપકડ કરી હતી.સોલ્વર સંદીપ રાજસ્થાનના ભીલવાડાની મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ સોલ્વર સંદીપ્ને પટનાની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી તેને 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
સીબીઆઈએઅત્યાર સુધીમાં 13 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જણાવી દઈએ કે 1 ઓગસ્ટના રોજ સીબીઆઈએ નીટ પેપર લીક કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ આ ચાર્જશીટમાં 13 લોકોના નામ નોંધ્યા છે. તેમાં ચાર ઉમેદવારો, એક જુનિયર એન્જિનિયર અને બે કિંગપીનનાં નામ સામેલ છે. સીબીઆઈએ એમ પણ કહ્યું કે આ કેસમાં કેટલાક વિદ્યાર્થીઓના માતા-પિતાના નામ પણ સામેલ છે, જેની તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application