બેટ દ્રારકા કોરીડોરનો માસ્ટર પ્લાન તૈયાર

  • October 06, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્રારકા માત્ર પશ્ચિમ ભારતનું જ નહીં, પરંતુ સમગ્ર દેશનું મોટું આધ્યાત્મિક કેન્દ્ર છે.ગુજરાતમાં તેનું વિશેષ મહત્વ છે. રાય સરકારે દેવભૂમિ દ્રારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ પ્રથમ કેબીનેટની બેઠકમા કર્યેા હતો. બેટ દ્રારકાના ધાર્મિક અને પ્રાકૃતિક મહત્વનો ઉપયોગ કરવાના હેતુથી, ગુજરાત સરકારે બેટ દ્રારકાના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યેા છે. પ્રવાસન વિભાગ દ્રારા તૈયાર કરવામાં આવેલ માસ્ટર પ્લાનમા દ્રારકાના ધાર્મિક અને પ્રાકૃતિક વાતાવરણનો ઉપયોગ કરવાની સાથે પ્રવાસન ક્ષેત્રે વધુ તકો નિર્માણ કરવાની દિશામાં આખરી ઓપ આપી દેવાયો છે.


હાલ ઓખા અને બેટ દ્રારકાને જોડતો સિેચર બ્રિજ પ્રોજેકટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. ૨,૩૨૦–મીટર લાંબો પુલ મુખ્ય ભૂમિ અને ટાપુ વચ્ચે જોડાણ સુનિશ્ચિત કરનાર છે, રાય સરકારના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.કે લોકો હાલમાં ઓખા અને બેટ દ્રારકા વચ્ચે મુસાફરી કરવા માટે ફેરીનો ઉપયોગ કરે છે. ૨૦૧૮ માં પ્રોજેકટ પર કામ શરૂ થયું ત્યારથી સમુદ્રમાં ૩૮ થાંભલાઓ બાંધવામાં આવ્યા છે. આ પ્રોજેકટ, . ૯૭૮ કરોડનો ખર્ચ થવાની ધારણા છે, ૨૭ મીટર પહોળા પુલની બંને બાજુ ફટપાથ બનાવવામાં આવી છે. ૧.મે.વો. વીજળી ઉત્પન્ન કરવા માટે ફટપાથ પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે, જેનો ઉપયોગ બ્રિજ પર લાઇટિંગ માટે કરવામાં આવશે, બેટ દ્રારકાની મુલાકાત ઉપરાંત, પ્રવાસીઓ દ્રારકા, શિવરાજપુર, પોશિત્રા દરિયાઈ અભયારણ્ય, નાગેશ્વર યોતિલિગ, ચરકલા પક્ષી અભયારણ્ય અને ગોપી તળાવ તીર્થમની પણ મુલાકાત લઈ શકે છે.


દ્રારકા યાત્રાધામ કોરિડોરને દેશના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે એક મહત્વપૂર્ણ સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહયુ છે. તેમાં ભગવાન કૃષ્ણની સૌથી ઐંચી પ્રતિમા, ૩ડી ઇમર્સિવ સેન્ટર અને યુનિક ભગવદ ગીતા અનુભવ ક્ષેત્ર હશે.દ્રારકા પ્રોજેકટના ભાગ પે લુ થતી દ્રારકા ની ખાસ યુઈંગ ગેલેરી પણ વિકસાવવામાં આવશે.હવે ગુજરાતમાં ટૂંક સમયમાં આ ગાંધી સર્કિટ બાદ  એક સ્વામી વિવેકાનદં સર્કિટ હશે.જેમાં વિવેકાનંદે મુલાકાત લીધેલી તમામ મુખ્ય શહેરોને આવરી લેશે.
આ સર્કિટ પ્રથમ તબક્કામાં ભુજ, વડોદરા, લીંબડી, લેખંબા, દ્રારકા, સોમનાથ, નારાયણ સરોવર, કચ્છ અને અમદાવાદને આવરી લેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application