BREAKING NEWS

બેંગકોકમાં પબમાં ભીષણ આગ, ૨૭ ભડથું

  • July 13, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં આજે સોમવારે વહેલી સવારે એક પબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ૨૭ લોકોના મોત થયા હતા યારે ૬૦ અન્ય લોકોની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પબ શહેરના ઉત્તર ભાગમાં આવેલુ છે. આગ ધીમે ધીમે સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે પબ અને અન્ય વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
થાઈલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે અકસ્માતની જાણ થતાં જ પબની મુલાકાતે દોડી ગયા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો સાથે પણ વાત કરી હતી.અહેવાલ મુજબ, પીએમ ચાર્નવિરાકુલે કહ્યું, આગ લાગ્યા પછી, પબમાં ઝડપથી ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે ઘણા લોકોને પોતાનો જીવ બચાવવા માટે પબના પાછળના બાથમમાં દોડવાની ફરજ પડી હતી. અમે ૨૭ મૃતદેહો બહાર કાઢા છે, અને બાકીના લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
બેંગકોક મેટ્રોપોલિટન એડમિનિસ્ટ્રેશનના અધિકારી સુરિયાચાઈએ જણાવ્યું હતું કે ઘટનામાં ઘાયલ થયેલા ૬૩ અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેંગકોકના ગવર્નર ચડચાર્ટ સિટ્ટીપુન્ટે જણાવ્યું હતું કે ઘાયલ અને હોસ્પિટલમાં દાખલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે.સુરિયાચાઈએ ઉમેયુ કે બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. ઉત્તર બેંગકોકના ચતુચકમાં સ્થિત,
પબ, રોંગ બીયર ના લાત ફ્રાઓ, એક લોકપ્રિય રેસ્ટોરન્ટ અને મનોરંજન સ્થળ છે. આગનું કારણ હજુ સુધી નક્કી થયું નથી. જો કે, પોલીસ અને ફોરેન્સિક ટીમો તપાસ કરી રહી છે. થાઇલેન્ડમાં અગાઉ પણ આગ લાગી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News