રાજકોટની ભાગોળે કુવાડવા હાઇવે પર નાકરાવાડી નજીક ગામ નજીક આવેલી કેબીઝેડ ફૂડ નામની નમકીનની ફેકટરીમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઊઠી હતી. થોડી વારમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રાજકોટ ફાયર વિભાગ તરફથી ચાર ફાયર ફાઈટર અહીં દોડાવવામાં આવ્યા હતા.બાદમાં ગોંડલ,શાપર વેરાવળ અને કાલાવડમાંથી ફાયર ફાઈટર અહીં દોડાવવામાં આવ્યા હતાં.ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.સવારે ૯:૩૦ કલાકે ફાયર શરૂ કરેલી આગ ઓલવવાની કામગીરી બપોરના ૩:૩૦ કલાક સુધી યથાવત રહી હતી મહદંશે આગ કાબુમાં આવી ગઇ છે જોકે સંપૂર્ણપણે કાબુ મેળવવામાં સાંજ પડી જશે. આગના કારણ અંગે અને આગથી થયેલી નુકશાનીનો આંકડો જાણી શકાયો નથી. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી.
કુલ આઠ ફાયર ફાઇટર દોડાવાયા
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે નાકરાવાડી ગામ તરફના રોડ પર પીપળીયા ગામ પાસે આવેલ કેબીઝેડ ફૂડ નામની નમકીનની ફેકટરીમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઊઠી હતી. જે અંગે 9:30 વાગ્યા આસપાસ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે અહીં આવી જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય એક બાદ એક ચાર ફાયર ફાઈટર અહીં આગ ઓલવવાની કામગીરી માટે દોડાવવામાં આવ્યા હતા.બાદમાં રાજકોટથી વધુ એક અને ગોંડલ, શાપર વેરાવળ અને કાલાવડના મળી કુલ આઠ ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી હતી.
મોટાભાયે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું
ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી અહીં ફેકટરીમાં લાગેલી આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા રોડ પર દૂર દૂર સુધી દેખાતા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આગ કયાં કારણોસર લાગી હતી તે હજુ જાણી શકાયું નથી. પરંતુ આગની આ ઘટનામાં કંપનીમાં મોટાભાયે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.
કોઈ જાનહાની થવા પામી નથી
અત્રે ઉલ્લેખનીય છે, કે થોડા સમય પૂર્વે રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં આવેલ ગોપાલ નમકીનની ફેક્ટરીમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. જે આગની ઘટનામાં અહીં ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું હતું. સદનસીબે તે સમયે પણ કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે રાજકોટની ભાગોળે આવેલી વધુ એક નમકીનની ફેક્ટરીમાં આગની ઘટના બની છે જેમાં પણ મોટાપાયે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
અક તબક્કે મેજર કોલ જાહેર કરવાની તૈયારી હતી
રાજકોટની ભાગોળે કેબિઝેડ ફૂડ નામની નમકીનની ફેક્ટરીમાં આજરોજ સવારના સુમારે આગ લાગી હતી. થોડીવારમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી રાજકોટથી ચાર ફાયર ફાઈટર અહીં દોડાવવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં આગ પર તુરંત કાબુ મેળવી શકાયો ન હતો. આગની આ ઘટનાને લઈ ફાયર બ્રિગેડ દ્વારા એક તબક્કે મેજર કોલ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી હતી.જોકે અહીં જ પાણીની વ્યવસ્થા થઇ જતા કોલ જાહેર કરાયો ન હતો. એટલું જ નહીં આગની ઘટનાના પગલે 108 ની ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.તો બીજી તરફ સ્થાનિક પોલીસ સ્ટાફ પણ ફેક્ટરીએ પહોંચી ગયો હતો હાલ ફાયર વિકેટ દ્વારા આ ઓલવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ફેક્ટરીમાં ૨૫૦થી વધુ કર્મચારી
કેબીઝેડ ફૂડ લિમિટેડ નામનીના એચઆર મેનેજર સત્યજિત ઝાલાએ જણાવ્યું કે,વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું તમામ મટિરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. કંપનીમાં 200થી 250 જેટલા કર્મચારી કામ કરે છે, તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતાં.
ઓઇલ ટેન્ક બચાવી લીધી અન્યથા બ્લાસ્ટ થયો હોત
ચીફ ફાયર ઓફિસર અમિત દવે અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ આ અંગે વિગતો આપતા જણાવ્યા હતું કે, ફાયરની ટીમે અહીં પહોંચી સૌથી પહેલું કામ એ કર્યું હતું કે, અહીં ઓઇલની બે ટેન્ક હોય જેના સુધી આગ ન પ્રસરે તે માટેની કાર્યવાહી કામગીરી કરવામાં આવી હતી.જો ઓઇલ ટેન્ક સુધી આગ પ્રસરી હોત તો બ્લાસ્ટ થવાનો ભય હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech