ઈન્ડોનેશિયામાં પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ, 13નાં મોત

  • December 25, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર રવિવારે ચાઇનીઝ માલિકીના નિકલ પ્લાન્ટમાં એક સ્મેલ્ટર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 13 કામદારોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને કંપ્નીના એક અધિકારીએ આ જાણકારી આપી. ઇન્ડોનેશિયામાં નિકલ સ્મેલ્ટિંગ પ્લાન્ટ્સમાં જીવલેણ અકસ્માતોની શ્રેણીમાં આ નવીનતમ ઘટના છે. તે ચીનના મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમનો એક ભાગ છે જેને ’બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રીક વાહનો માટે વૈશ્વિક સ્તરે બેટરીના ઉત્પાદનમાં નિકલ મુખ્ય ઘટક છે.
સેન્ટ્રલ સુલાવેસી પોલીસ વડા અગુસ નુગ્રોહોએ જણાવ્યું હતું કે ભઠ્ઠીના સમારકામ દરમિયાન અચાનક વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા પાંચ ચીની અને આઠ ઇન્ડોનેશિયન કામદારો માયર્િ ગયા હતા.નુગ્રોહોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેણે ભઠ્ઠી તોડી નાખી અને પ્લાન્ટ બિલ્ડિંગની બાજુની દિવાલોના ભાગોને નુકસાન પહોંચાડ્યું. તેમણે કહ્યું કે લગભગ 38 કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. નુગ્રોહોએ કહ્યું કે અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું કંપ્નીની બેદરકારીના કારણે આ મોત થયા છે. કંપ્નીના પ્રવક્તા ડેડી કુર્નિયાવાને કહ્યું, આ ઘટના માટે અમે દિલથી માફી માંગીએ છીએ અને અમારી હમદર્દી કામદારો સાથે છે. અમે ઘટના ની તપાસ કરાવી રહ્યા છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application