રાજકોટ શહેરના ગુંદાવાડી મેઇન રોડ પર ગોવિંદપરા શેરી નં.1માં યમૂનાકુંજ નામના મકાનમાં રહેતા અને સોની બજારમાં ખત્રીવાડમાં સોનાના ઘરેણાં બનાવવાની દુકાન ધરાવતા સોની પરિવારના નવ સભ્યોએ એક સાથે ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કયર્નિી ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે. સોની વેપારીએ મુંબઇના ચાર વેપારીઓને સોનાના ઘરેણા આપ્યા બાદ એકાદ વર્ષના સમયથી પોણા ત્રણ કરોડ જેવી રકમ ફસાઇ જતાં આર્થિક ભીંસ અને ઉઘરાણી ન પાકવાના અને ઉલટાની ધમકીઓ આપતા હોવાથી કંટાળીને પગલું ભયર્નિું પ્રાથમિક તબકકે પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે.
ગોવિંદપરામાં રહેતા સોની વેપારી લલીતભાઇ વલ્લ ભદાસ આડેસરા (ઉ.વ.72) તેમના પત્ની મીનાબેન (ઉ.વ.64), પુત્ર ચેતન (ઉ.વ.45), ચેતનના પત્ની દિવ્યાબેન (ઉ.વ.43), ચેતનના પુત્ર જય (ઉ.વ.21), લલીતભાઇના બીજા પુત્ર વિશાલ (ઉ.વ.43), વિશાલના પત્ની સંગીતાબેન (ઉ.વ.41) અને વિશાલનો પુત્ર વંશ (ઉ.વ.15) તથા પુત્રી એકાંક્ષી (ઉ.વ.8) સાથે સમૂહમાં ગત રાત્રીના ઉધઇ મારવાની ઝેરી દવા પી લીધી હતી. સામૂહિક આપઘાતનો પ્રયાસ કરનાર સોની વૃધ્ધ દંપતિ, બે પુત્ર, પુત્રવધૂઓ અને પૌત્રો મળી નવ સભ્યોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તબીબોના જણાવ્યા મુજબ તમામની તબીયત નોર્મલ છે અને સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ હોસ્પિટલે દોડી ગઇ હતી.
આ બનાવ સંદર્ભે સારવારગ્રસ્ત ચેતનભાઈ આડેસરાએ એવું જણાવ્યું હતું કે, તે પોતે સોની વેપારી છે અને બન્ને પુત્રો સાથે મળી સોનાનું કામકાજ કરે છે. ઓર્ડર મુજબ ઘરેણા બનાવી સપ્લાય કરે છે. અન્ય રાજ્યોમાં પણ વેપારીઓને સોનાના ઘરેણાઓ આપે છે. 11 માસ પહેલા મુંબઇમાં સોની વેપારીઓને ઘરેણા આપ્યા હતાં જે પેટેના પોણા ત્રણ કરોડ પિયા મુંબઇના ચાર સોની વેપારી વિજય, કૈલાશ, પ્રશાંત અને મહેન્દ્ર પેમેન્ટ ચૂકવતા નથી અને ૧૫–૧૫ દિવસના વાયદા કરે રાખે છે અને સાથે ધમકી પણ આપે છે. આવા કારણોસર કંટાળીને સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો અને પૂરા પરિવારે સાથે દવા પીધી હતી.
બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયા, નિલેશ મકવાણા, પુષ્પરાજસિંહ તથા રાજદિપસિંહ સહિતના દોડી ગયા હતાં અને વેપારી પાસેથી ઘટના સંદર્ભે પ્રાથમિક વિગતો મેળવી હતી. જાણવા મળેલ વિગત મુજબ નાણા ફસાયેલા હોય પરંતુ વેપારી લલીતભાઇ અને તેના બન્ને પુત્રોએ ટીઆરપી કાંડ બન્યો હોવાથી જે તે સમયે અરજી કરવાનું કે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આજે જ ક્રાઇમબ્રાંચમાં બનાવ સંદર્ભે પોલીસ કમિશનરને સંબોધીને અરજી કરી હોવાનું જાણવા મળે છે. ક્રાઇમબ્રાન્ચના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ સોની વેપારીઓએ અગાઉ સ્થાનિક પોલીસમાં અરજી કરી હતી. હવે ક્રાઇમબ્રાન્ચમાં આજે અરજી મળી છે. એસીપી ક્રાઇમ બી.બી. બસીયાના વડપણ હેઠળ તપાસ આરંભાઇ છે.
સોનીકામ સાથે બાંધકામ વ્યવસાય પણ
હોલસેલમાં સોનાના ઘરેણા બનાવીને અન્ય રાયોમાં પણ વેપારીઓને સપ્લાય કરવાનું કામકાજ કરતા સોની વેપારી પિતા–પુત્ર સોનીકામ સાથે બિલ્ડીંગ વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. સોની બજારમાં દરબારગઢ નજીક હવેલી પાસે એક બિલ્ડિંગ પ્રોજેકટ પૂર્ણ કર્યેા હતો અને ત્યાં નજીકમાં મોટી હવેલી પાસે એક જુનું મકાન ખરદ કરીને નવો પ્રોજેકટ પણ મુકવાના હોવાનું જાણવા મળે છે.
બન્ને ભાઇઓએ સાથે મળીને પ્લાન ઘડયો
મુંબઇના વેપારીઓ પાસે નાણા ફસાઇ જતાં અને અન્ય કોઇ માર્ગ ન મળતા અંગે સામૂહિક આપઘાત કરવા માટે ચેતન અને વિશાલએ નકકી કયુ હતું. ગઇકાલે સવારે પિતા લલીતભાઇને વાત કરી હતી. લલીતભાઇએ તમે બન્ને જે કરો તે યોગ્ય કહ્યું હતું. ગઇકાલે સાંજે બન્ને ભાઇઓ દુકાન પરથી ઘરે આવ્યા હતાં અને પુરા પરિવારને પણ સામૂહિક આપઘાતનું પગલું ભરવા બાબતે વિશ્ર્વાસમાં લીધો હતો. પ્રથમ ઉંઘની દવા લીધા બાદ બધાએ ઉધઇ મારવાની ઝેરી દવા પી લીધી હતી.
બે વર્ષ પૂર્વે સોની પરિવારે આપઘાત કર્યેા'તો
રાજકોટમાં આજરોજ ગુંદાવાડી વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સોની પરિવારના આઠ સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આવી જ ઘટના રાજકોટમાં બે વર્ષ પૂર્વે પણ બની હતી. નવેમ્બર ૨૦૨૨ માં રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર મિલાપનગર–૨માં રહેતા સોની વેપારી કિર્તીભાઈ ધોળકિયાએ તેમના પત્ની માધુરીબેન અને પુત્ર ધવલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech