૧૧ માસ પૂર્વે જ લગ્ન કરનાર યુવાનનો ઘરકંકાસથી કંટાળી આપઘાત

  • March 30, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કોઠારીયા વિસ્તારમાં શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા ૨૩ વર્ષીય યુવાને સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવાનના ૧૧ માસ પૂર્વે જ લગ્ન થયા હોય ઘર કંકાશથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડું છે.આ અંગે માલવીયાનગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી.

બનાવની વધુમાં જાણવા મળતી વિગત મુજબ,કોઠારીયામાં રણુજા મંદિર પાસે શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા અને સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સેતુ નામના કારખાનામાં તેના પિતાની સાથે સીએનસી ઓપરેટર તરીકે નોકરી કરનાર હર્ષ ગુણવંતભાઈ રાઠોડ(ઉ.વ ૨૩) નામના યુવાને ગઈકાલે કારખાનામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે આવ્યો હતો. અહીં ટૂંકી સારવાર તેનું મોત થયું હતું યુવાનને પરિવારમાં એક બહેન છે. યુવાનના ૧૧ માસ પૂર્વે જ લગ્ન  થયા હતા. ઘર કંકાસથી કંટાળી જઇ તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application