આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે મુળ બિહારની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે.
શહેરમાં સુંદરમ્ પાર્ક શેરી નં.૨ બ્લોક નં.બી-૯માં અંજુકુમારી ગોપાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ ગઈકાલે ઘરની બારીની ગ્રીલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા બનાવની જાણ 108ને કરવામાં આવી હતી. ઇએમટીએ સ્થળ પર પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
આપઘાત કરનાર અંજુકુમારીના લગ્ન થયાને એક વર્ષ જેટલો સમય થયો હતો અને પતિ ગોપાલ વિશ્વકર્મા કારખાનામાં મજૂરી કામ કરે છે. તેણીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.