ગોંડલનાં વેરીતળાવમાં વહેલી સવારે મહેસાણાનાં લીંચ ગામનાં પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી આપઘાત કર્યો હતો.યુવકે પોતાના મોબાઈલનાં સ્ટેટસમાં વેરીતળાવ પાસે ત્રણેયનો ફોટો મુકયો હોય તે આધારે ગોંડલ દોડી આવેલા યુવકનાં કાકા અને મિત્રોએ પોલીસ તથા ફાયરબ્રિગેડ ને જાણ કરતા સવારે ત્રણેયની લાશ પાણીમાં થી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પ્રાપ્ત વિગત મુજબ મહેસાણાનાં લીંચ ગામે રહેતા સંજય ફતાજી ઠાકોર ઉ.22 કીંજલ જશવંતજી ઠાકોર ઉ.વ.22 તથા ધ્રુવીન જશવંતજી ઠાકોર ઉ.વ.2નાં મૃતદેહો વેરીતળાવનાં પાણી માં તરતા હોય ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. સંજય અને કીંજલ બન્ને પરણીત છે. અને બન્ને વચ્ચે છેલ્લા અઢી ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોય કીંજલનાં બે વર્ષનાં પુત્ર ધ્રુવીનને લઈ પ્રેમી પંખીડા લીંચ થી નાશી જઈ ગોંડલ પંહોચ્યા હતા. ગોંડલ વેરીતળાવ ની પાળી પર બેસી ત્રણેયનો ફોટો પાડી સંજયે તેના મોબાઇલ નાં સ્ટેટસ માં છેલ્લ ો ફોટો લખી મુક્યો હતો.બીજી બાજુ સંજય અને કીંજલ ગુમ થતા તેના પરિવારે લીંચ પોલીસમાં ગુમસુધા નોંધ કરાવી હતી. દરમિયાન સ્ટેટસમાં મુકેલા ફોટાનાં આધારે સંજયનાં કાકા તથા મિત્રો મોબાઇલનાં લોકેશનનાં આધારે ગોંડલ વેરીતળાવ પંહોચ્યા હતાવ સંજય મહેસાણામાં પેપરમીલ માં કામ કરેછે.અને પરણીત છે. જ્યારે કાજલ પણ પરણીત છે અને બે વર્ષ નો પુત્ર ધ્રુવીન છે. બનાવ અગે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાં પડેલા શિયાળનું સફળ રેસ્કયુ
January 29, 2025 11:35 AMભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગુનો
January 29, 2025 11:32 AMકેનેડાએ જ ગેરકાયદેસર સ્થળાંતર, ગુનાહિત પ્રવૃત્તિઓનો માહોલ બનાવ્યો
January 29, 2025 11:32 AMમુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રવેશ માટે ’ડ્રેસ કોડ’
January 29, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech