બોર્ડના પરીક્ષાર્થીઓને શિક્ષણ બોર્ડ એ મહત્તમ રાહત આપી છે પરીક્ષા આપનાર વિધાર્થીઓ દ્રારા લખાયેલા જવાબમાં પ્રશ્નો નો સારાંશ આવી જતો હોય પરંતુ શૈલી અલગ હોય તો પણ મૂલ્યાંકન કરનાર શિક્ષક આ વિધાર્થીના માર્ક કાપી શકશે નહીં. અત્યારે સુધી મૂલ્યાંકનમાં આવી નાની નાની ભૂલોના લીધે વિધાર્થીઓના માકર્સ કપાઈ જતા હતા તેમાં સુધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આગામી મહિને ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આ પરીક્ષા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શ થશે.આ કામગીરીમાં શિક્ષકોએ જવાબ આન્સર કી પ્રમાણે ન હોય પણ હાર્દ આવી જાય તો માર્કસ આપવા સહિતના સૂચનો કરવામાં આવ્યા છે.
ધો.૧૦–૧૨ની પરીક્ષા બાદ ઉત્તરવહી ચકાસણી દરમિયાન શિક્ષકોને આપવામાં આવતી આન્સર કી પ્રમાણે શિક્ષકોએ ઉત્તરવહીની ચકાસણી કરવાની હોય છે. જોકે, મોટાભાગે શિક્ષકો આન્સર કીમાં દર્શાવ્યા હોય તેવા જવાબો વિધાર્થીઓે આપ્યા હોય તો જ માર્કસ આપવામાં આવતાં હોય છે.
પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ મોટી સંખ્યામાં વિધાર્થીઓ ગુણ ચકાસણી માટે અરજી કરતાં હોય છે. જેમાં સામાન્ય ભુલો હોવાના કારણે પણ માર્કસ કાપ્યા હોવાથી પરિણામમાં સુધારો કરવો પડે છે. ઉત્તરવહી મૂલ્યાંકનમાં શિક્ષકો દ્રારા જે નાની ભૂલો થાય છે તેને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્રારા કેટલાક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એવી તાકીદ કરવામાં આવી છે કે, જયાં જર લાગે ત્યાં વધારાની સૂચનાઓ આપવામાં આવી હોય તેને ધ્યાનમાં લેવાની રહેશે. વિકલ્પવાળા પ્રશ્નોમાં માત્ર આલ્ફાબેટ કે શબ્દ સાચો હોય તો ગુણ આપવાના રહેશે. ખાલી જગ્યામાં સાચો જવાબ કે પ્રશ્નના વિકલ્પ નીચે નિશાની હોય તો ગુણ આપવા, પૂર્ણ વાકયનો આગ્રહ રાખવો નહી.
સાચા–ખોટા વિધાનોમાં ખ કે ખોટા સામે નિશાની કરી હોય તો તેને ગુણ આપવાના રહેશે. ટૂંકા જવાબ માટે શબ્દ કે વાકયમાં આપેલા સાચા જવાબ માટે ગુણ આપવા, જોડકામાં ક્રમ કે આલ્ફાબેટ કે પ્રશ્ન લખેલ સ્વપે હોય કે તીરથી જોડેલા હોય તો પણ ગુણ આપવા, પ્રશ્નમાં આકૃતિ દોરવાનું ન જણાવ્યું હોય છતાં જો વિધાર્થીઓએ આકૃતિ દોરી હોય તો પોતાની વિવેકબુધ્ધિથી ગુણ આપી શકાય, વિધાર્થીની રજૂઆતની શૈલી આન્સર કીથી જુદી હોય પરંતુ જવાબનું હાર્દ આવી જતું હોય તો ગુણ આપી શકાય,મૂલ્યાંકન માટે મુદ્દા કે વિધાનોની સંખ્યાને ધ્યાનમાં ન લેતાં વર્ણનમાં ચાવીપ શબ્દો આવી જતાં હોય તો ગુણ આપવા, પેપર તપાસતી વખતે મુકવાના ગુણ અંગ્રેજી અંકમાં સ્પષ્ટ્ર રીતે વંચાય તે રીતે લખવા માટે પણ સૂચના અપાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech