ધર્મેન્દ્ર રોડ પર વાહનો ટો કરાતા બજાર બંધ

  • December 16, 2023 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા શીરદર્દ સમાન છે જ એમાય ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ કે આ માર્ગને જોડતા ૮૦૦થી વધુ વેપારી, દૂકાનદારો ટ્રાફિક સમસ્યાતો ફરી પરંતુ દબાણકારો, પાથરણાવાળાઓથી અનહદ ત્રાહિમામ છે. ટ્રાફિક પોલીસ, મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાએ બે દિવસથી આ માર્ગ પરથી પાથરણાવાળાઓને હટાવ્યા પરંતુ આજે અચાનક જ વેપારીઓને પણ ઝપટે લીધા હોય તેમ તેમના જ વાહનો ટુ વ્હીલર્સ ટો કરાતા ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓએ પોતાના ધંધા–રોજગાર બધં કરી સડ બધં સાથે નારાજગી દર્શાવી હતી.


ધર્મેન્દ્ર રોડ પર સવાર પડેને માર્ગ પર વેપારીઓની દુકાન બહાર પાથરણાવાળા, રેકડીવાળા કે ફટપાથ પર કબજો જમાવીને કાપડાથી કટલેરી સુધક્ષના વેપારીઓ દબાણ કરી નાખે છે. જેના વિરોધમાં છેલ્લ ા છેએક માસથી ધર્મેન્દ્ર રોડ તથા સંલ વેપારી માર્ગેાના વેપારીઓ દ્રારા મહાપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓથી લઈ સી.પી. કચેરી રજૂઆતો થાય છે. એકશન મોડમાં આવતી મનપાની દબાણ શાખા, ટ્રાફિક બ્રાંચ બન્ને આવા ગેરકાયદે કબ્જેદારોને હટાવતી રહે અને સમયાંતરે ફરી એ જ સ્થિતિ ઉદભવે વેપારીઓની ફરી રજૂઆતથી બે દિવસથી બન્ને વિભાગે દબાણો દૂર કર્યા અને આજે ટ્રાફિક પોલીસ સવારથી અલગ મોડ સાથે ધર્મેન્દ્ર રોડ પર ઉતરી હતી.


વેપારીઓએ પોતાની દૂકાનો બહાર મુકેલા પોતાના અથવા કર્મચારીઓના પડેલા ટુ વ્હીલર્સ પોલીસ દ્રારા ટો કરવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈ વેપારીઓ અચંબિત થઈ ગયા હતા. થોડીવારમાં વેપારીઓ એકત્રિત થઈ ગયા અને પોલીસની આ કાર્યવહીનો વિરોધ દર્શાવ્યો હતો. દબાણકારોને ખદેડવાની રજૂઆતને લઈને હવે પોતાના સામે જ કાર્યવાહી કે વાહનો ડિટેઈન કરવાની પોલીસની કામગીરી સામે નારાજી દર્શાવી ફટાફટ બધા વેપારીઓએ પોતાના દુકાન, શોરૂમ, ધંધા, રોજગાર બધં કરી દીધા હતા. પળવારમાં ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડની બજાર સડ બધં થઈ ગઈ હતી.
વેપારીઓએ રોષ વ્યકત કરતા જણાવ્યું કે, આતો નિયમના નામે ઉલ્ટા હવે અમને પણ દબાવવાની નીતિ કે કામગીરી કહેવાય. તત્રં દ્રારા ખરેખર રોજિંદા દબાણો કરી ધંધા કરતા ઈસમો સામે અમારી રજૂઆત કે વિરોધ હતો હવે ઉલ્ટાના પોલીસ અમને જ દબાવવા, દબડાવવા ઉતરી છે તેવુ થવા લાગ્યું છે. હા રોડને સમાંતર એકલાઈન બાદ બીજી લાઈનમાં જો અમારા (વેપારીઓના) વાહનો પડયા રહે અને દબાણો કરે તો તે ડિટેઈન કરે પરંતુ દુકાનની સામે જ ટુ વ્હીલર પાર્ક કરીએ અને એ જો ડિટેઈન કરી જાય તો કરવાનું શું? ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ ખરીદદારી માટે આવતા લોકોને રસ્તા પર દબાણ કરીને બેસતા ધંધાર્થીઓની કનડગત કે અવરોધ છે તે દૂર કરવાની જરૂર છે નહીં કે વેપારીઓને આવી રીતે કનડગત કરવી.


વેપારીઓની એવી પણ માગ છે કે, આ માર્ગ પર કાયમીપણે પોલીસ મુકવામાં આવે. પોલીસ, દબાણ શાખાના વાહનો આવે ત્યારે પાથરણાવાળા, રેંકડીવાળા કે ફટપાથ પરના દબાણકારો ફટાફટ નાસી જાય છે અથવા તો અગાઉથી જ ખ્યાલ પડી જતો હોય તેમ હાથમાં નથી આવતા, જેવી પોલીસ તથા મહાપાલિકાના દબાણ શાખા પીઠ બતાવે કે પાછા ગોઠવાય જાય છે. વેપરીઓએ આજે પોલીસ કાર્યવાહી વિરોધમાં બપોર સુધી બજારો બધં રાખવાનો નિર્ણય કર્યેા હતો. બીજી તરફ પોલીસ દ્રારા એટલું કહેવાયું છે કે, રોડ પર વાહનો રાખવા ગેરકાયદે છે તે માટે વાહનો સરખા રાખવા સૂચના અપાઈ હતી પણ અમલ ન થતાં ના છૂટકે ટો કરવાની કામગીરી હાથમાં લેવી પડી હતી. આખરે તો વેપારીઓના હિતમાં જ દબાણો દૂર કરાઈ રહ્યા છે.


બજારો બંધ થઈ પરંતુ બપોર સુધી મનપા કે પોલીસના અધિકારી ન ડોકાયા
ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ પોતાના વાહનો ટો થતાં ફટાફટ દુકાનો બંધ કરી વિરોધ વ્યકત કર્યેા હતો. પોલીસની હાજરીમાં જ બજાર બધં કરી નાખી હતી. ભારે વિરોધ છતાં કોઈ પોલીસ અધિકારી કે નતો મહાપાલિકાના કોઈ અધિકારી પહોંચ્યા. જો કોઈ ઉચ્ચ સ્તરિય અધિકારીગણ આવ્યા હોત તો સંકલન કે સમજ સાથે માર્ગ નિકળી શકે. બજારો ખુલી જાત તેવું ચર્ચાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application