Meta CEO માર્ક ઝકરબર્ગે એક ગીત રિલીઝ કર્યું છે. તેણે આ ગીત તેની પત્ની પ્રિસિલા ચાન માટે ગાયું છે. માર્કે આ ગીત તેની 21મી ડેટિંગ એનિવર્સરી પર રિલીઝ કર્યું છે. તેણે રેપર T-Pain સાથે મળીને 2003માં રિલીઝ થયેલ ગીત Get Low ગાયું છે.
આ ગીત લિલ જોન અને ઇસ્ટ સાઇડ બોયઝે વર્ષ 2003માં ગાયું હતું. આ ગીત માર્ક ઝકરબર્ગ અને તેની પત્ની પ્રિસિલા ચાન માટે ખૂબ જ ખાસ છે. કારણકે 20 વર્ષ પહેલા જ્યારે તેઓ પહેલીવાર કોલેજની પાર્ટીમાં મળ્યા હતા ત્યારે આ ગીત વાગતું હતું.
આ ગીત વિશે માહિતી શેર કરવાની સાથે માર્કે કેટલીક તસવીરો પણ શેર કરી છે. માર્કે પોસ્ટમાં લખ્યું છે કે 'જ્યારે હું કોલેજની પાર્ટીમાં પ્રિસિલાને પહેલીવાર મળ્યો ત્યારે Get Low ગીત વાગી રહ્યું હતું, તેથી દર વર્ષે અમે અમારી ડેટિંગ એનિવર્સરી પર આ ગીત સાંભળીએ છીએ. આ વર્ષે મેં T-Pain સાથે કામ કર્યું અને આ માસ્ટરપીસનું મારું પોતાનું વર્ઝન બનાવ્યું. આ ગીત Spotify પર પણ ઉપલબ્ધ છે.
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી તસવીરમાં માર્ક ટી-પેઈન સાથે કામ કરતો જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં માર્ક અને ચાન જોવા મળી રહ્યા છે, જે તેમના રિલેશનશીપના શરૂઆતના દિવસોનો ફોટો છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટની સાથે, માર્ક ઝકરબર્ગે ઘણી વાતો પણ શેર કરી છે, જેમાં તેણે તેની પત્ની પ્રિસિલા ચાનના રિએકશનને કેપ્ચર કર્યું છે.
માર્ક અને પ્રિસિલા પહેલી વાર 2003માં મળ્યા
માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાન 2003માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પહેલી વાર મળ્યા હતા. બંને હાર્વર્ડમાં ભણતા હતા. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા અને 2012માં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા.
તે સેરેમનીમાં ભાગ લેનાર લોકોને પણ તેમના લગ્ન વિશે ખબર ન હતી. તેઓએ વિચાર્યું કે આ પાર્ટી ચાનના ગ્રેજ્યુએશનની ઉજવણી કરવા માટે યોજવામાં આવી હતી. માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાનને ત્રણ બાળકો છે. બંને 2015માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા. તેમના બીજા બાળકનો જન્મ 2017માં અને ત્રીજા બાળકનો જન્મ 2023માં થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech