સાઉદી અરેબિયામાં ૭૦ વર્ષ બાદ હવે દારૂની દુકાન ખોલવામાં આવી રહી છે. એક રાજદ્રારીએ કહ્યું કે આ સામાજિક ઉદારીકરણ તરફનું બીજું પગલું છે. રિયાધમાં સ્ટોરનું ઉદઘાટન એવા સમયે થયું છે જયારે સાઉદી અરેબિયાના સ્પષ્ટ્રવકતા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેની અર્થવ્યવસ્થાને ક્રૂડ ઓઇલથી ધીમે ધીમે દૂર કરવાની મહત્વાકાંક્ષી યોજનાઓના ભાગરૂપે રાજ્યને પ્રવાસન અને વેપારના કેન્દ્રમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
સાઉદી અરેબિયામાં દારૂની દુકાન ખોલવાના નિર્ણયને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્રારા લેવામાં આવેલા સુધારાના પગલાં સાથે જોડવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે સાઉદી અરેબિયા ઉપર લાગેલા રૂઢિચુસ્ત મુસ્લિમ દેશનું લેબલ હટાવવા માંગે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે દારૂ પીવા બદલ ધરપકડ કરાયેલા અને દોષિત લોકોને લાંબી જેલની સજા, ભારે દંડ અને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.
બિન–મુસ્લિમ રાજદ્રારીઓને મળશે દારૂ. આ સ્ટોર ખાસ કરીને બિન–મુસ્લિમ રાજદ્રારીઓને સેવા આપશે. મીડિયા રિપોટર્સ અનુસાર, ગ્રાહકોએ દારૂ ખરીદવા માટે એક એપ દ્રારા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી, વિદેશ મંત્રાલય પાસેથી કિલયરન્સ કોડ મેળવવો પડશે. આ સાથે ગ્રાહકો મર્યાદિત માત્રામાં જ દારૂ ખરીદી શકશે.ગ્રાહકો એક નિશ્ચિત માસિક કવોટા અનુસાર જ દારૂ ખરીદી શકશે. સાઉદી સરકારે આ પગલું વિઝન ૨૦૩૦ હેઠળ ઉઠાવ્યું છે. આ સ્ટોર રિયાધના રાજદ્રારી કવાર્ટરમાં ખોલવામાં આવશે, જ્યાં દૂતાવાસો અને રાજદ્રારીઓ નજીકમાં રહે છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે અન્ય બિન–મુસ્લિમ સ્થળાંતરીઓ અહીં આવી શકે છે કે નહીં. સાઉદી અરેબિયામાં લાખો વિદેશીઓ રહે છે. જેમાંથી મોટાભાગના એશિયા અને ઈજીપ્તના મુસ્લિમ કામદારો છે. સાઉદી અરેબિયાએ ૧૯૫૦ ના દાયકાની શરૂઆતથી દારૂ પર પ્રતિબધં મૂકયો છે.
અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે દારૂ પીવાના આરોપમાં ધરપકડ કરાયેલા અને દોષિત ઠરેલા લોકોને લાંબી જેલની સજા, ભારે દંડ, જાહેરમાં કોરડા મારવા અને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. ઇસ્લામમાં દારૂ પીવાને હરામ માનવામાં આવે છે. સંયુકત આરબ અમીરાતમાં તેના પડોશી દેશો કુવૈત અને શારજાહ સાથે, સાઉદી અરેબિયા દારૂ પર પ્રતિબધં મૂકનારા વિશ્વના કેટલાક દેશોમાંનો એક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech