નવીબંદરના પુરમાં અનેક માછીમારોની હોડી તણાઇ ગઇ

  • August 30, 2024 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીક નવીબંદર ગામે પુરમાં હોડીઓ તણાઇ જતા માછીમારો  મુશ્કેલીમાં મુકાયા છે
સમગ્ર ઘેડવિસ્તાર ,ઓઝત અને ભાદરના મુખ ગણાતા નવીબંદરમાં ડીપ ડિપ્રેશન અને ભારે વરસાદ થી વ્યાપક તારાજી અને સાગર ખેડુ નાના માછીમારોને ભારે નુક્સાન થયું છે.ભૌગોલિક સ્થિતિ પ્રમાણે સમગ્ર ઘેડ પ્રદેશના વરસાદી પાણીનો નિહાર લાંબા સમય સુધી અવિરત પણે વહેતો રહેતા નાના માછીમારોની હાલત રોજગારી ના અભાવે કફોડી બની રહે છે.હાલ જળ બંબાકાર બનેલા ઘેડ વિસ્તારનું પાણી અને  પોરબંદર જિલ્લામાં થયેલા ભારેથી અતિ ભારે વરસાદ થી નવી બંદરના કાના ડાયા ચામુંડિયા, હિતેશ ધનજી સલેટ, મહેશ નાનજી રાઠોડ તથા પ્રવિણ ધનજી કાણેટિયા સહિતના માછીમારોની હોડી ઓ પાણી ના ધસમસતા પ્રવાહમાં તણાઈ ને ગરકાવ થઈ ગઈ હતી.આ અંગે નવી બંદર સરપંચ સુમિત ભાઈ કાણેટિયા એ જિલ્લા વહીવટી તંત્ર, ફીશીંગ અધિકારી તુષાર કોટિયા તથા તાલુકા વિકાસ અધિકારી પોરબંદર ને માહિતગાર કર્યા હતા.જે અંગે નુકસાન અંગે નો  સર્વે કરી વળતર અંગે જ‚રી દરખાસ્ત કરવાનું ફીશીંગ ઓફીસર તુષાર કોટિયા એ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application