મોંઘવારીમાં સતત વદારના લીધે જીડીપી પછી મેન્યુફેકચરિંગ સેકટરમાં પણ કોઈ સારા સમાચાર નથી. નવેમ્બરમાં ભારતના મેન્યુફેકચરિંગ સેકટરનો ગ્રોથ ઘટીને ૫૬.૫ થયો હતો. નિષ્ણાતો કહે છે કે વૃદ્ધિ ગયા મહિના કરતાં થોડી ઓછી છે, પરંતુ આગામી સમયમાં તે સારી સ્થિતિમાં આવી ચાકે અને તેમાં હજુ પણ વિસ્તરણનો અવકાશ છે.
નવેમ્બરમાં ભારતના મેન્યુફેકચરિંગ સેકટરનો ગ્રોથ ઘટીને ૫૬.૫ થયો હતો. જે છેલ્લા ૧૧ મહિનામાં સૌથી નીચો છે. ફુગાવાના દબાણને કારણે વૃદ્ધિ મર્યાદિત રહી. તાજેતરમાં જારી કરાયેલા માસિક સર્વેમાં આ માહિતી આપવામાં આવી છે. એચએસબીસી ઇન્ડિયા મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેકસ નવેમ્બરમાં ઘટીને ૫૬.૫ ના ૧૧ મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો હતો જે ઓકટોબરમાં ૫૭.૫ હતો. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેકસની ભાષામાં, ૫૦ થી ઉપરનો આંકડો વૃદ્ધિ સૂચવે છે, યારે ૫૦ થી નીચેનો આંકડો ઘટાડો સૂચવે છે.
એચએસબીસી ચીફ ઇકોનોમિસ્ટ (ભારત) પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે વૃદ્ધિ ગયા મહિના કરતાં થોડી ઓછી હતી, પરંતુ હજુ પણ વિસ્તરણ શ્રેણીમાં છે. ભંડારીએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં માંગ ઘણી વધારે છે, નવા નિકાસ ઓર્ડર ચાર મહિનામાં સૌથી વધુ છે. તેના કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ જળવાઈ રહ્યો છે. પરંતુ તે જ સમયે, વધતી જતી મોંઘવારીને કારણે ઉત્પાદનની ગતિ ઘટી રહી છે.
શુક્રવારે જાહેર કરાયેલા તાજેતરના સરકારી ડેટા અનુસાર, મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેકટરના નબળા પ્રદર્શન અને નબળા વપરાશને કારણે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના જુલાઈ–સપ્ટેમ્બર કવાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને ૫.૪ ટકાના બે વર્ષના નીચા સ્તરે પહોંચી ગયો છે.
મજબૂત માંગથી ૨૦૨૫માં ઉત્પાદન માટે ઉજળા સંજોગો
માંગ સારી રહેવાના લીધે ભારતીય ફેકટરીઓએ ઉત્પાદનમાં વધારો કર્યેા છે. ભારતમાં ફેકટરીઓમાં કામ કરતા લોકોની સંખ્યામાં નવેમ્બરમાં સતત નવમા મહિને વધારો થયો છે. ભવિષ્યની વાત કરીએ તો વેપારીઓનો ઉત્સાહ વધ્યો છે કારણ કે તેઓ આશાવાદી છે કે માર્કેટિંગ અને નવી પ્રોડકટસની સારી અસર પડશે. માંગ મજબૂત રહેવાની અપેક્ષા સાથે, ૨૦૨૫માં ઉત્પાદન માટે સારા અંદાજો કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech