મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેની પિસ્તોલમાંથી નીકળેલી ગોળીએ ભારતને વધુ એક મેડલ અપાવવામાં મદદ કરી છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ એથ્લેટ પણ બની હતી. મનુ ભાકરે તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો. મનુ અને સરબજોતે 10 મીટર એર પિસ્તોલની મિશ્ર ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયન જોડીને હરાવી હતી.
આ પહેલા મનુ ભાકરે 28 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની સિંગલ્સ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું હતું. પેરિસમાં પ્રથમ બ્રોન્ઝ જીતીને મનુએ મેડલ ટેલીમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. અને હવે પેરિસમાં તેની પ્રથમ સફળતાના 48 કલાક પછી મનુ ભાકરે વધુ એક બ્રોન્ઝ જીતીને ઇતિહાસ રચ્યો છે.
મનુ ભાકર અને સરબજોત સિંહે 29 જુલાઈના રોજ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું. આ બંનેએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 20 પરફેક્ટ શોટ બનાવ્યા હતા અને તેના દ્વારા તેમણે 580 પોઈન્ટ મેળવ્યા હતા.
મનુ ભાકર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. અગાઉ જ્યારે તેણે ટોક્યોમાં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તેને ત્યાંથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. ટોક્યોમાં મનુ ભાકરની નિષ્ફળતાનું કારણ તેની નબળી રમત નહીં પરંતુ પિસ્તોલમાં ટેકનિકલ ખામી હતી. ટોક્યોમાં નિષ્ફળતા બાદ મનુને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સારી વાત એ છે કે મનુ ભાકર પેરિસથી ખાલી હાથ પાછા નથી આવી રહ્યા. પોતાની સાથે તેણે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ લઈને આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રણ વર્ષમાં બેંગલુરુ-દિલ્હીમાં શરૂ થશે દેશની પ્રથમ ડ્રોન-એરટેક્સી
January 24, 2025 11:32 AMબિલાડીને દૂધનું રખોપુ: અમરેલીમાં અનાજનો સીઝ કરાયેલો જથ્થો આરોપીના કબજામાંથી ચોરી
January 24, 2025 11:23 AMજેતપુરમાં ચારિય બાબતે બોલાચાલીમાં પત્નીની હત્યા કરીને પતિ પોલીસમાં હાજર
January 24, 2025 11:21 AMકાંગશીયાળીનો શખસ ૧૧૨ બોટલ દારૂ અને દેશી તમંચા સાથે ઝડપાયો
January 24, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech