અમિન માર્ગના ઓર્ગેનિક મોલ, માર્કેટ યાર્ડમાંથી બાજરી, જુવાર, રાગીના ૪૦ સેમ્પલ લેતી મનપા

  • February 27, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં મિલેટ યરની ઉજવણી થઈ રહી હોય સમગ્ર રાયમાં મિલેટ ચેકિંગની સ્પેશ્યલ ડ્રાઈવ ચાલી રહી છે દરમિયાન આ અંતર્ગત રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્રારા ફુડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ શહેરની ૧૧ પેઢીમાંથી અલગ–અલગ પ્રકારના મિલેટસના કુલ–૪૦ નમૂના લેવામાં આવ્યા છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ વકાણી અને સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકા દ્રારા કુલ ૧૧ સ્થળેથી જુવાર અને બાજરીના ૪૦ સેમ્પલ લેવાયા છે જેમાં (૧) કનૈયા અનાજ ભંડાર, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (વાઇટ–લુઝ), કાંગ (લુઝ), રાગી (લુઝ), જુવાર (યેલો– લુઝ), સ્વસ્તિક બ્રાન્ડ (૨) જતીપૂરા એન્ટરપ્રાઇઝ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (વાઇટ–લુઝ), કાંગ (લુઝ), રાગી (લુઝ), જુવાર (યેલો– લુઝ), સ્વસ્તિક બ્રાન્ડ (૩) નીલકઠં એન્ટરપ્રાઇઝ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી જુવાર (લુઝ), બાજરો (લુઝ), કાંગ (લુઝ), (૪) યોગેશ્વર અનાજ ભંડાર, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી કાંગ (લુઝ), બાજરો (લુઝ), જુવાર (લુઝ) (૫) અતુલ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (૬) અવધ અનાજ ભંડાર, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (યેલો –લુઝ), કાંગ (લુઝ), રાગી (લુઝ), જુવાર (વાઇટ–લુઝ) (૭) શ્રધ્ધા અનાજભંડાર, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી જુવાર (વાઇટ–લુઝ), બાજરો (લુઝ), રાગી (લુઝ), સામો (લુઝ), (૮) ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ), કાંગ (લુઝ), રાગી (લુઝ) (૯) શ્રી કૃષ્ણા ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), મોરૈયો (લુઝ), (૧૦) ધવલ એન્ટરપ્રાઇઝ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ), (૧૧) ઓર્ગેનિક મોલ, અમિન માર્ગ, નવકાર બિલ્ડીંગ સામે, રાજકોટમાંથી નેચર લેન્ડ ઓર્ગેનિકસ ૫૦૦ ગ્રામ પેકિંગ તથા ઝવેરી ઓર્ગેનિક ફામ્ર્સ પર્લ મિલેટ બ્રોકન સહિતનો સમાવેશ થાય છે. આ સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application