જાહેરમાં થૂંકતા ૧૬૫ને ઇ–મેમો ફટકારતી મનપા

  • August 19, 2023 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૨માં રાજકોટ શહેરને દેશના સ્વચ્છ શહેરોમાં સાતમું સ્થાન મળ્યું હતું, યારે હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૩ ચાલી રહ્યું છે તેમાં પ્રથમ ક્રમે રહેલા ઇન્દોરને પાછળ રાખી રાજકોટને દેશના સ્વચ્છ શહેર નં.૧નું સ્થાન મળે તે માટે મહાપાલિકા તત્રં પ્રયત્નશીલ બન્યું છે અને તેના ભાગપે રાજમાર્ગેા અને ચોકમાં જાહેરમાં થૂંકતાં ૧૬૫ વાહન ચાલકોને ઇ–મેમો ફટકારવામાં આવ્યા છે જેમાં ટુ વહીલર ચાલકોથી લઇને કારચાલકો સુધીના અનેકના ઘરે ઇ મેમો પહોંચ્યા છે. અલબત્ત કુલ ૧૬૫માંથી ફકત ૨૨ લોકોએ દંડની રકમ ભરપાઇ કરી છે, અન્ય ૧૪૩એ મહાપાલિકાને ધુંબો માર્યેા છે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી આઇવે પ્રોજેકટ હેઠળના કેમેરાની મેન્ટેનન્સ કામગીરી ચાલી રહી હતી દરમિયાન જૂન મહિનાથી ફરી સીસી ટીવી કેમેરા સર્વેલન્સ શ કરી જાહેરમાં થૂંકતા કે અન્ય કોઈ પણ પ્રકારે જાહેરમાં ગંદકી ફેલાવતા હોય તેવા વાહનચાલકોને ઘરે ગંદકી ફેલાવવા બદલનો દડં ભરપાઈ કરવા ઇ–મેમો મોકલવાનું શ કરાયું છે. મુખ્યત્વે ચાલુ વાહને પાન–ફાકીની પિચકારી મારતા ટુ વહીલર ચાલકો તેમજ કારમાંથી સિગારેટના ઠુંઠા, મિનરલ વોટરની ખાલી બોટલ, વેફરના ખાલી પેકેટ, આઇસ્ક્રીમના કપ વિગેરે કચરો ફેંકનાર ૧૬૫ વાહન ચાલકોને ઇમેમો મોકલી દડં કરાયો છે. સૂત્રોએ ઉમેયુ હતું કે તા.૧ જુનથી ૧૮ ઓગષ્ટ્ર સુધીના છેલ્લા દોઢ મહિનામાં કોર્પેારેશન ચોકમાં એક, કાલાવડ રોડ ઉપર એ.જી.ચોકમાં એક, આજી ડેમ ચોકડીએ એક, ઢેબર ચોકમાં છ, જિલ્લા ગાર્ડન ચોકમાં સૌથી વધુ ૧૩૬, જિલ્લા પંચાયત ચોકમાં એક, કોટેચા ચોકમાં એક, નાગરિક બેન્ક ચોકમાં ૧૨, પારેવડી ચોકમાં એક, પેડક રોડ પાણીના ઘોડે ચાર અને પ્રધુમન પાર્ક ઝૂ પાસે એક સહિત જાહેરમાં થૂંકતા કે કચરો ફેંકતા કુલ ૧૬૫ વાહન ચાલકોને ઘરે ઇ–મેમો મોકલવામાં આવ્યા હતા.

મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ચીફ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારએ જણાવ્યું હતું કે કુલ ૧૬૫ વાહનચાલકોને ઇ મેમો મોકલાવી કુલ .૩૩૦૦૦નો દડં ફટકારવામાં આવ્યો છે, જેમાંથી ૨૨ વાહન ચાલકોએ દંડની રકમની ભરપાઇ કરી આપી છે અને અન્ય ૧૪૩ પાસેથી વસુલવાની બાકી છે. હાલ સુધીમાં ૨૨ વાહન ચાલકો પાસેથી .૪૪૦૦ની રકમ વસુલાઇ છે. યારે અન્ય ૧૪૩ પાસેથી .૨૮૬૦૦નો દડં વસુલવાનો બાકી છે. દરેક વાહનચાલકને .૨૦૦નો દડં ફટકારવામાં આવ્યો છે.

તેમણે ઉમેયુ હતું કે જે વાહનચાલકોએ હજુ સુધી દંડની રકમ ભરપાઈ કરી નથી તેમના ઘરે સેનેટરી ઇન્સ્પેકટર્સની ટીમ મોકલીને દડં વસૂલવા માટે કાર્યવાહી શ કરાઇ છે. દરમિયાન અમુક વાહનચાલકો જેમાં ખાસ કરીને કાર ચાલકો બહારગામના હોય તેમના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરીને દંડની રકમ વહેલી તકે ચૂકવી આપવા
જણાવ્યું છે.


કારમાંથી સિગારેટના ઠુંઠા, બોટલ, ટીન, વેફરના પેકેટ, આઇસ્ક્રીમ કપ ફેંકનારાઓ પણ દંડાયા
રાજકોટ મહાપાલિકા દ્રારા આઇવે પ્રોજેકટના સીસી ટીવી કેમેરા સર્વેલન્સ હેઠળ જાહેરમાં પાન–ફાકીની પિચકારી મારતા બાઇક સવારો ઉપરાંત કારમાંથી સિગારેટના ઠુંઠા, મિનરલ વોટરની ખાલી બોટલો, કોલ્ડ ડિં્રકસના ખાલી ટીન, વેફરના પેકેટ તેમજ આઇસ્ક્રીમના કપ વિગેરે જેવો કચરો ફેંકનારાઓ પણ દંડવામાં આવ્યા છે. કાર ચાલકો પણ ગંદકી ફેલાવવામાં બિલકુલ પાછળ નથી તેવું સીસી ટીવી કેમેરાના સર્વેલન્સ ઉપરથી વધુ એક વખત પુરવાર થયું છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application