મનોવિજ્ઞાન ભવનનો સર્વે, બોર્ડની પરીક્ષા આવતા વિદ્યાર્થીઓની સાથે 94 ટકા માતાઓમાં અને 53 ટકા પિતાઓમાં પણ વધ્યુ સ્ટ્રેસનું પ્રમાણ

  • February 24, 2023 04:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

રાજકોટ મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ચોંકાવનાર વિગત સામે આવી છે. આ સર્વેની વાત કરીએ તો બોર્ડની પરીક્ષા આવતા માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ તેમના માતા-પિતામાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધ્યુ છે. વિદ્યાર્થીઓની સાથે સાથે 94 ટકા માતાઓમાં અને 53 ટકા પિતાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યુ હોવાની વિગતો સામે આવી છે. આ સર્વે 1170 વાલીઓના સંપર્કને આધારે કરવામાં આવ્યો છે.


બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. ત્યારે તેની  વિદ્યાર્થીઓના મૂડ પર ઘણી અસર થઈ છે. ઘણા બાળકો પરીક્ષાને લઈને ડરી રહ્યા છે. આવી સ્થિતિમાં મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સેલિંગ કરી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપી તેમના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ તો મનોવિજ્ઞાન ભવન છેલ્લા એક મહિનાથી સ્કુલે સ્કુલે જઈને બાળકોને પરીક્ષા ભયમાંથી મુક્ત કરવા પ્રયાસ કરી રહ્યું છે. વાલીઓ સાથેની મુલાકાત દરમિયાન કેટલીક બાબતો સામે આવેલ છે. 1170 વાલીઓના સંપર્કને આધારે તારણો કાઢવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.


મનોવિજ્ઞાન ભવન દ્વારા એક અભ્યાસ થયો છે. જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓના મત અનુસાર તે કારણોને જણાવવાનો પ્રયત્ન કર્યો છે. જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે.


વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના બાધક તત્વ


1. અસંતોષજનક પરિવારિક પરિસ્થિતિઓ વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને નુકશાન કરે છે એવું 94% વાલીઓ માને છે.


2.પાઠયક્રમ અનુકૂળ ન હોવો વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના બાધક તત્વ બને છે એવું 63% વાલીઓ મને છે.


3. વર્ગમાં ખુબ જ વધારે સંખ્યા હોવી અથવા સાવ નહીવત હોવી  વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના બાધક બને છે એવું 51% વાલીઓ માને છે.


4. અસુરક્ષિત ( અસલામતી) અનુભવવાને કારણે વર્ગમાં અભિવ્યક્તિ નથી કરી શકતા  એવું 51% વાલીઓનું માનવું છે.


5. વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓ તથા તેના સંબંધી તેની શૈક્ષણિક પ્રગતિ તરફ શાળામાં ધ્યાન ન આપવાને  કારણે વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યમાં ફેર પડે છે એવું 54% માને છે.


6. રમતની (શાળામાં) વ્યવસ્થા ન હોવી શારીરિક માનસિક નુકશાન કરે છે એવું 47% વાલીઓ માને છે.


7. 49%ના મતે વિદ્યાર્થીઓનો કોઈપણ વિદ્યાર્થી વર્ગમાં સ્વીકાર ન કરવો.


8. 54% ના મતે માતા-પિતાનું અસંતોષજનક લગ્નજીવન


9. 44%ના મતે વિદ્યાર્થીઓનો શાળાનાં કાર્યક્રમોમાં આર્થિક પરિસ્થિતિઓને કારણે ભાગ ન લઈ શકવો.


10. 44% ના મતે શિક્ષકોને વિધાર્થીઓની ક્ષમતાઓનું પૂર્ણ જ્ઞાન ન હોવું.


11. 36% ના મતે પર્યાપ્ત સુવિધાઓનો અભાવ


12. 41% ના મતે માતા-પિતાનો શાળા સાથે સંપર્ક ન હોવો.


13. 39% ના મતે વિદ્યાર્થીઓને સમસ્યાત્મક બાળક સમજીને તેની અવગણના થવી.


બાળકોના વાલીઓમાં ખાસ માતામાં બોર્ડની પરિક્ષાથી સ્ટ્રેસનું પ્રમાણ જોવા મળે છે. બોર્ડની પરીક્ષા આપતા બાળકોની માતાઓ જે સલાહ માટે આવેલ તેમાં 94% માતાઓએ સ્વીકાર્યું કે તેઓ તણાવ અનુભવે છે જયારે 54% પિતાએ જણાવ્યું કે તેને બાળકના ભવિષ્યની ચિંતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application