BREAKING NEWS

મનોજ બાજપેયી ફરી બોકસ ઓફિસ પર છવાઈ જવા માટે તૈયાર: એક વર્ષમાં આવશે ચાર ધમાકેદાર ફિલ્મો

  • June 16, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનોજ બાજપેયીના ફેન્સ માટે આગામી એક વર્ષ ધમાકેદાર રહેવાનું છે. તાજેતરમાં જ પોતાની ફિલ્મ 'ગવર્નર' દ્રારા બોકસ ઓફિસ પર શાનદાર કમાણી કરીને કમબેક કરનાર આ દમદાર અભિનેતા આગામી સમયમાં એકથી ચઢિયાતી એક ફિલ્મો લઈને આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭માં તેઓ અલગ–અલગ જોનરની ફિલ્મોમાં કન્ટેન્ટ આધારિત પાવરફુલ રોલ ભજવતા જોવા મળશે.
અહીં જુઓ મનોજ બાજપેયીની આગામી ચાર મોટી ફિલ્મોની વિગતો
૧. માસૂમ: ધ નેકસટ જનરેશન
ડાયરેકટર: શેખર કપૂર
ખાસિયત: આ ફિલ્મ શેખર કપૂરની કલાસિક ફિલ્મ 'માસૂમ'ની સિકવલ છે. ફિલ્મની વાર્તા આધુનિક કૌટુંબિક સંબંધો અને ઓળખના પ્રશ્નોની આસપાસ વણાયેલી હશે.
સ્ટાર કાસ્ટ: મનોજ બાજપેયી સાથે આ ફિલ્મમાં નસીદ્દીન શાહ, શબાના આઝમી અને નિત્યા મેનન જેવા દિગ્ગજ કલાકારો સ્ક્રીન શેર કરશે. જોકે, તેની રિલીઝ ડેટની જાહેરાત હજુ બાકી છે.
૨. લાસ્ટ મેન ઇન ટાવર
ડાયરેકટર: બેન રેખી (અમેરિકન દિગ્ગજ)
ખાસિયત: પ્રખ્યાત લેખક અરવિંદ અડિગાની ચર્ચિત નવલકથા પર આધારિત આ ફિલ્મમાં મનોજ બાજપેયીનો રોલ ખૂબ જ મજબૂત છે. વાર્તા એક સામાન્ય માણસના સંઘર્ષ અને બદલાતા શહેરી ભારતને દર્શાવે છે. આ ઇન્ટરનેશનલ પ્રોજેકટથી વૈશ્વિક સ્તરે તેમનો દબદબો વધુ વધશે.
૩. પોલીસ સ્ટેશન મેં ભૂત હૈ
ડાયરેકટર: રામ ગોપાલ વર્મા
ખાસિયત: લાંબા સમય પછી રામ ગોપાલ વર્મા અને મનોજ બાજપેયીની સુપરહિટ જોડી આ હોરર–કોમેડી ફિલ્મથી વાપસી કરી રહી છે. ફિલ્મનું ટાઈટલ એટલું અનોખું છે કે તેના ફસ્ર્ટ લૂકે જ દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાડી દીધી છે. આ ફિલ્મમાં મનોજ ડર અને કોમેડીના મિશ્રણવાળા રોલમાં જોવા મળશે અને તે ૨૦૨૬માં જ રિલીઝ થવાની આશા છે.
૪. 'ઘૂસખોર પંડિત' (જેના ટાઈટલ પર મચ્યો હતો ભારે હોબાળો!)
વિવાદની વિગતો: આ ફિલ્મનું ટાઈટલ (ઘૂસખોર પંડિત) જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. વિવાદ એટલો વધ્યો કે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે, નિર્માતાઓએ આ વિવાદિત નામ પાછું ખેંચવું પડું અને કોર્ટમાં નવું ટાઈટલ રાખવાની ખાતરી આપી.
રિલીઝ સ્ટેટસ: હાલમાં ફિલ્મનું નવું નામ અને ફાઇનલ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલાક ડેટાબેઝ અનુસાર આ ફિલ્મ ૨૦૨૬માં જ નવા ટાઈટલ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર ધમાકો કરી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application