2015માં સત્તા ઉપર આવ્યા પછી આમ આદમી પાર્ટીએ અન્ય પક્ષના નેતાઓ અને અધિકારીઓની કરેલી જાસુસીના મામલામાં ગૃહમંત્રાલયે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કેસ દાખલ કરવાની મંજુરી આપી છે. આ મંજૂરીના આધારે સી.બી.આઈ .હવે કેસ દાખલ કરશે.
2015માં સત્તામાં આવ્યા પછી દિલ્હી સરકારે એક ફિડબેક યુનિટ બનાવ્યું હતું જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. આ કેસમાં દિલ્હી વિજિલન્સની ફરિયાદ બાદ સીબીઆઈએ તપાસ શ કરી હતી જેમાં મનિષ સીસોદિયા પર વિપક્ષી નેતાઓની જાસૂસીનો આરોપ છે. આ કેસમાં સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ સામે કેસ ચલાવવા ગૃહ મંત્રાલય પાસે મંજૂરી માગી હતી. આથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદિયા વિધ્ધ કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ 2015માં દિલ્હી સરકારે જે ફિડબેક યુનિટની રચના કરી હતી તેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. સરકારે જણાવ્યું હતું કે આ સાથે તેમનો હેતુ વિભાગો પર આરોપ લગાવવામાં આવ્યો કે દિલ્હી સરકાર વિપક્ષોના કામકાજ પર નજર રાખે છે.દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગના એક અધિકારીની ફરિયાદ પર સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરી હતી. 2016મા એજન્સીએ જણાવ્યું હતું કે, સોંપાયેલા કાર્યો ઉપરાંત ફિડબેક યુનિટે અગ્રણી રાજકીય વ્યક્તિઓની જાસૂસી કરી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર એફબીયુએ આઠ મહિના દરમિયાન 700થી વધુ કેસોની તપાસ કરી હતી જેમાંથી 60 ટકા કેસમાં રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર એફબીયુની સ્થાપ્ના માટે કોઈ પ્રારંભિક મંજૂરી લેવામાં આવી ન હતી પરંતુ ઓગસ્ટ 2016માં વિજિલન્સ વિભાગે મંજૂરી માટે ફાઈલ તત્કાલીન એલજી નજીબ જંગને મોકલી હતી. જંગ એ બે વાર ફાઈલને રીજેકટ કરી હતી. દરમિયાન પ્રાથમિક દૃષ્ટિએ અનિયમિતતા જોવા મળતા આ કેસને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
સીબીઆઈએ પોતાના રિપોર્ટમાં સરકારી તિજોરીને પણ નુકસાન થયાનો ઉલ્લેખ કર્યો છે. એજન્સીએ જણાવ્યા અનુસાર ફિડબેક યુનિટની રચના અને કામગીરી ગેરકાયદેસર રીતે કરવા બદલ સરકારી તિજોરીને લગભગ 36 લાખ પિયાનું નુકસાન થયું છે છતાં પણ કોઈ અધિકારી કે વિભાગ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech