BREAKING NEWS

મનહરપરામાં બનાવઃ યુવકની ફરિયાદના આધારે સોહીલ મુલતાણી સામે ગુનો

  • May 05, 2026 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ઉનાળામાં આકરા તાપનો પારો ઉપર ચડવાની સાથે લોકોના મગજનો પારો પણ ઈંચો ચડી - રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસથી સામાન્ય વાતને લઈને મારામારી વવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે વધુ એક મારામારીનો બનાવ મનહરપરામાં રાત્રીના બન્યો હતો. ઘરની બહાર ગંથ ચડી પહેરીને બેઠેલા યુવકને ત્યાંથી પસાર થતા પડોશીએ કેમ શેરીમાં ગંજી પડી પહેરીને બેસો છો આવી યુવકે ગરમી વતી હોય અને પોતાને ગભરામનની તકલીફ હોવાથી આવા કપડાં પહેર્ષાનો જવાબ આપતા પડોશી શખ્સે પાણો માવામાં મારી લોહી લુહાણ કર્યો હતો અને ઝપાઝપી કરી જતા હતા આ વિસ્તાર મૂકી દેજો નહિતર જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપતા યુવકે સૌહીલ મુલતાણી સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મનહરપરા શેરી નંબર-૭મા રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઈ હરિભાઈ બાબરીયા (ઉ.૧.૩૮)ના ગઈકાલે સાંજે નવેક વાગ્યે ઘરની બહાર બેઠા હતા ત્યારે શેરીમાં રહેતો સોહીલ મહેબુબભાઇ મુલતાણી ત્યાં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, કેમ શેરીમાં ગંજી અને ચકો પહેરીને બેઠા છોવ, આવી યુવકે કહ્યું હતું કે, ઉનાળાની ગરમીના કારણે આવા કપડાં પહેર્યા છે, અને મને ગભરામણની પણ તકલીફ છે, આ સાંભળી સોહીલ બોલાચાલી કરવા લાગ્યો હતો અને તમારે આવા કપડાં પહેરીને શેરીમાં બેસવાનું નહિ કહી ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને નીચે પડેલો પથ્થર ઉઠાવી માવામાં મારી દેતા યુવકને લોહી નીકળવા લાગ્યો હતું. દેકારો થતા ઘરના સભ્યો સહિતં પડોશીએ ભેગા થઈ જતા સોહીલ નાસી છૂટયો હતો અને જતા જતા ધમકી આપી હતી કે, આ વિસ્તાર મૂકી દેજો નહિતર જાનવી હાથ ધોઈ બેસસો, યુવકને ઈજા થતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા ઝપાઝપી દરમિયાન યુવકનો સોનાનો ચેઈન તૂટી જતા એક કટકો ખોવાઈ ગયો હતો. બનાવ અંગે યુવકની ફરિયાદના આધારે વોરાળા પોલીસે સોહીલ મુલતાણી સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.... 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application