ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ મેચ રમીને 325 રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાનાએ સતત બીજી મેચમાં સદી ફટકારી છે. તેણે 120 બોલમાં 136 રનની ઇનિંગ રમી હતી. જો કે આ વખતે પણ શેફાલી વર્મા અને હેમલતા કંઈ ખાસ રમી શકી નહી. પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરે 88 બોલમાં 103 રનની અણનમ સદી રમી હતી. મંધાના અને હરમનપ્રીતની 171 રનની ભાગીદારીએ ભારતના સ્કોરને 300ની પાર પહોંચાડ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે મસાબતા ક્લાસ અને મ્લાબાએ એક-એક વિકેટ લીધી છે. સ્મૃતિની આ 7મી સદી અને હરમનપ્રીતની તેની ODI કરિયરની છઠ્ઠી સદી હતી.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ઓપનિંગ કરી હતી પરંતુ ટીમ ઈન્ડિયાનો સ્કોર 38 રન પર પહોંચી ગયો હતો જ્યારે શેફાલી 20 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હેમલતા પણ લાંબો સમય ક્રિઝ પર રહી શકી નહી. જેણે 24 રનનું યોગદાન આપ્યું હતું. એક સમયે ભારતે 100 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ અહીંથી હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાએ બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું. બંનેએ સાથે મળીને 30 ઓવરમાં ટીમના સ્કોરને 150ની પાર પહોંચાડી દીધો હતો. આગલી 10 ઓવરમાં 56 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમનો સ્કોર 40 ઓવરમાં 207 રન સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન મંધાનાએ શ્રેણીની સતત બીજી સદી ફટકારી હતી અને હરમનપ્રીતે પણ તેની ફિફ્ટી પૂરી કરી હતી. પછીની 5 ઓવરમાં મંધાના અને હરમનપ્રીતે મળીને 58 રન બનાવ્યા. પરંતુ 46મી ઓવરમાં સ્મૃતિ 120 બોલમાં 136 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં તેણે 18 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રિચા ઘોષે આવતાની સાથે જ આફ્રિકન બોલરોને મારવાનું શરૂ કર્યું. તેણે 13 બોલમાં 25 રન બનાવ્યા. જ્યારે હરમનપ્રીતે છેલ્લી ઓવરમાં 16 રન આપીને પોતાની સદી પૂરી કરી હતી. હરમનપ્રીતે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 326 રન બનાવવા પડશે.
મંધાના અને હરમનપ્રીતની સદી
દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકાર્યા બાદ સ્મૃતિ મંધાના હવે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવામાં પ્રથમ સ્થાને આવી ગઈ છે. તેના પહેલા પૂર્વ કેપ્ટન મિતાલી રાજે 211 ઇનિંગ્સમાં 7 સદી ફટકારી હતી. પરંતુ મંધાનાએ માત્ર 84 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના પાસે હવે 7-7 સદી છે. આ મામલે હરમનપ્રીત કૌર બીજા સ્થાને છે. જેણે અત્યાર સુધી 6 સદી ફટકારી છે. આ મેચમાં સ્મૃતિ સિવાય કેપ્ટન હરમનપ્રીતે પણ સદી ફટકારી હતી અને 88 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech