ઈફકોની ચૂંટણીમાં પક્ષના મેન્ડેડથી વિદ્ધ જઈને ઉમેદવારી નોંધાવનાર અને બળવો કરીને વિજેતા બનેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ રાજકોટ ખાતે ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇફકો જેવી દેશ લેવલની સંસ્થામાં પાર્ટીનો મેન્ડેડ જરી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સહકારી માળખું એક અલગ વ્યવસ્થા છે અને દેશ લેવલની સંસ્થામાં મેન્ડેટ ન હોઈ શકે.
જયેશભાઈ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર ૩૦ વર્ષની નાની વયે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી નવ વર્ષ સુધી કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સંભાળી છે. પાર્ટીએ મને નાની ઉંમરમાં ઘણું આપ્યું છે. હત્પં આજે પણ ભાજપમાં છું અને ભાજપમાં જ રહેવાનો છું. મેં ભાજપ માટે હંમેશા ઈમાનદારીથી કામ કયુ છે.
જયેશભાઈ રાદડિયાને મત ન આપવાના એક સામાજિક સંસ્થાના આગેવાનના વાયરલ થયેલા ઓડિયો બાબતે પુછતા રાદડિયાએ જણાવ્યું હતું કે સામાજિક સંસ્થાઓએ સમાજનું કામ કરવું જોઈએ અને રાજનીતિમાં દખલગીરી ન દેવી જોઈએ. જો તેમણે આવું કરવું જ હોય તો સમાજનું કામ મૂકીને રાજનીતિમાં આવી જવું જોઈએ. જો સમાજનું હીત જોશો તો જ સમાજ તમને સ્વીકારશે.
પાર્ટીના મેનડેટનો અનાદર કરનાર જયેશભાઇ રાદડિયા અને તેને સમર્થન આપનાર ભાજપના આગેવાનો કાર્યકરો સામે પણ શિસ્ત ભંગની કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાલો સંઘના પૂર્વ ડિરેકટર બાબુભાઈ નસીતે કરી છે, આ બાબતે તમાં શું કહેવું છે ? તેવા સવાલના જવાબમાં જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે મારે તેનો જવાબ દેવાનો ન હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech