મોરારિબાપુપોતાની દરેક રામકથાને એક અનોખી ઓળખ આપવા માટે વિવિધ નામો આપતા હોય છે જેમ કે, માનસ રામકથા, માનસ સ્મૃતિ, માનસ કન્દ્રા, માનસ સમુદ્રાભિષેક, માનસ વસુધૈવ કુટુમ્બકમ, માનસ સ શિખર, માનસ રામાયણ, માનસ મનોરથ, માનસ ચતુર્ભુજ, માનસ લોક ભારતી, માનસ રાધાઅષ્ટ્રક, માનસ શ્રદ્ધાંજલિ, માનસ ભારત, માનસ સન્યાસ, માનસ ગૌરી સ્તુતિ, માનસ કેવટ, માનસ ગીતા, માનસ હરિદ્રાર, માનસ નિર્માણ, માનસ અહલ્યા, માનસ સમાધિ, માનસ ક્ષમા, માનસ આનંદ. ૧૨ વર્ષ પછી રાજકોટમાં મોરારિબાપુનીવૈશ્વિક રામકથાને મોરારિબાપુએમાનસ સદભાવના નામ આપ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે મોરારિબાપુની ૯૪૭મી રામ કથાનો પ્રારંભ૨૩ નવેમ્બરથી થશે.
પૂ. મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહીં,પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. પૂ. મોરારી બાપુએ ૯૪૬ કથા–પારાયણ કયા છે. તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુકત રાષ્ટ્ર્ર મથક ખાતે મોરારી બાપૂની રામ કથા કરાઈ હતી તે કથામાંઆર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેમના પોતાના અવાજમાં અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં
આવ્યું હતું.
મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુકત રાષ્ટ્ર્ર મુખ્યાલયમાં રામકથાનું આયોજન કર્યુ હતુ.યુએનના મુખ્યાલયમાં કરાયેલ આ આયોજન કોઇપણ આધ્યાત્મિક ગુ દ્રારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું.બાપુએ તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યેા હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેઓ યુએનની જનરલ એસેમ્બલી પણ ગયાં હતાં, યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યેા હતો.
વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. ૨૩ નવેમ્બર૨૦૨૪થી તા. ૦૧ ડીસેમ્બર–૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે મોરારિ બાપુની વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.૯૬૬૪૮૫૧૭૩૮ પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે. વૈશ્વિક રામકથા કાર્યાલય : ધ ટવિન ટાવર, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર્ર હાઇસ્કૂલ પાસે શરૂ કરાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે શોધ સમિતિની રચના
March 12, 2025 09:51 PMદક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ: 90% પુરવઠો પુનઃસ્થાપિત, રાત સુધીમાં સ્થિતિ સામાન્ય થશે
March 12, 2025 08:02 PMRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech