એમ.એસ.એમ.ઈ. ઇકો સિસ્ટમને મજબૂત બનાવવા માટે ભાવનગરમાં ગુણવત્તાયાત્રા યોજાઈ

  • April 18, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતની એમએસએમઈ ઈકો સિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતાં ગુણવતા યાત્રા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગર સુધી પહોંચી, જેમાં અગ્રણી ઉધોગકારો, સરકારી અધિકારીઓ અને ગુણવત્તાસભર નિષ્ણાતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો. 
ગુજરાત નવા ક્ષેત્રોમાં અગ્રણી પરિબળ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે હવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાની જવાબદારી વધી છે, જે વૈશ્વિક સ્તરે સ્વીકૃત છે.આજના વર્કશોપમાં બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમએસએમઈ માટે કાર્યકારી ઉત્કૃષ્ટતા વધારવા માટે ચઈઈં દ્વારા ગુણવત્તાયુક્ત સાધનો, સેવાઓ અને એનએબીએલ એક્રેડિટેશન બાબતે  જગત પટેલ, ચઈઈં ના સલાહકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. 
એમ.એસ.એમ.ઇ. માટે ઝેડ.ઇ.ડી. પ્રમાણપત્રો માટે ઓર્ગેનાઇઝિંગ પાર્ટનર ધ્વનિ શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) ના અધિકારીઓ દ્વારા તેમને લગત વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ હતું.  
ગિફ્ટ સિટીનાં એઆઇ સેન્ટર ઑફ એક્સલન્સના સિદ્ધાર્થ કામત દ્વારા એમએસએમઇ માટે કામગીરી, ઉત્પાદનો, સેવાઓ, કાર્યબળ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સુધારો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી) જેવા સ્માર્ટ સોલ્યુશન્સની અસર વિશે માહિતી આપેલ હતી. પશ્ચિમ રેલવેનાં  સતીશકુમાર તિવારી દ્વારા એમએસએમઈ માટે વેન્ડર ઓનબોર્ડિંગ પ્રક્રિયા પર માહિતી આપેલ હતી.  ગુણવતા યાત્રા રાજ્યભરમાં આશરે ૫૫ દિવસ સુધી તેની યાત્રા ચાલુ રાખશે, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, જામનગર, મોરબી, સિદ્ધપુર, અમરેલી અને વિદ્યાનગર જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય ૨૯ જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ યાત્રા દ્વારા રાજ્યભરમાં એમએસએમઇને ઝેડઇડી, આઇએસઓ અને એનએબીએલ જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન આપવામાં આવશે અને તે વિકસિત ગુજરાત વિકસિત ભારત ૨૦૪૭ માટે સક્ષમ બનાવશે. ગુણવત્તા યાત્રા એ ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતાની યાત્રાની નવી શરૂઆતની એક શરૂઆત છે.
આ પ્રસંગે બૈજુ એસ મહેતા, સેક્રેટરી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, દીલીપ કામાણી, પ્રમુખ, ચિત્રા જીઆઈડીસી, એસોસિએશન,  નિખિલ સિલાજિયા, ઇલેક્ટ્રોનિક્સ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર (ઇક્યુડીસી), ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર  મોહિત સિંહ, સંયુક્ત નિયામક, એનબીક્યુપી, ક્યુસીઆઈ એસોસીએશનના હોદ્દેદારો તેમજ માર્ગદર્શન માટે વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application