પોરબંદર નજીકના ઘેડ વિસ્તારમાં ચોમાસાના ચાર મહિના વરસાદી પાણી ભરાઈ જાય છે અને તેનાથી માત્ર લોકોને જ નહી પરંતુ જમીનને પણ ખુબ જ મોટું નુકસાન થાય છે,તેથી આ પ્રશ્ર્નના કાયમી નિરાકરણ માટે ૧૫૩૪ કરોડ પિયાનો વ્યવસ્થિત પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૩૯ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે અને ટુંક સમયમાં આ કામગીરી શ થશે તેવું જળ સંપતિ મંત્રીએ જાહેર કર્યું છે.
શું છે ઘેડની સમસ્યા?
પોરબંદર નજીકના ઘેડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન લોકોને પારાવાર પરેશાની વેઠવી પડે છે ઉપરથી છોડવામાં આવતા ડેમના પાણી અને સ્થાનિકકક્ષાએ પડતા વરસાદને લીધે ધસમસતા પુર સમુદ્ર તરફ જતા હોય છે,ત્યારે આ વિસ્તારના લોકોને જ નહી પરંતુ જમીનને પણ ખુબ મોટું નુકસાન પહોંચાડે છે અને જમીન ધોવાણ થઈ જાય છે જેના કારણે ચોમાસાના ચાર મહિના આ વિસ્તારના ખેડુતો કોઈપણ પ્રકારનો પાક લઈ શકતા નથી એટલુ જ નહી પરંતુ ઘરની બહાર નીકળવામાં પણ તકલીફ વેઠવી પડતી હોય તેવું જણાય છે.રકાબી આકારના આ પ્રદેશમાં ભરાતા વરસાદી પાણીને લીધે શિક્ષણ આરોગ્યથી માંડીને લોકોની દૈનિક જરીયાતો પુરી કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે,આ પ્રશ્ર્નના કાયમી નિરાકરણ માટે વારંવાર રજુઆતો થતી હતી અને હવે તેનું કાયમી નિરાકરણ આવશે તેવું જણાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બે વાર ઘેડની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરી સુચનો કર્યા બાદ આ કામગીરી યુદ્ધના ધોરણે શ કરવામાં આવી છે.ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ .૧,૫૩૪.૧૯ કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.જેમાં પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે . ૧૩૯.૪૨ કરોડના ટેન્ડર મંજુર કરાયા છે જેની કામગીરી આગામી સમયમાં શ કરવામાં આવશે તેમ, જળસંપત્તિ મંત્રી તેમજ પોરબંદરના પ્રભારી કુંવરજી બાવળીયાએ જણાવ્યુ હતુ.
મંત્રી કુંવરજીભાઈએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતુ કે, જુનાગઢ, પોરબંદર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે.આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પુરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે,તેથી આ વિસ્તારના ખેડુતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે.
મંત્રીએ કહ્યું હતું કે, આ જટીલ પરિસ્થિતિઓના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા ક્ધસલટન્ટની નિમણુંક કરી,સમગ્ર વિસ્તારના સુક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.આ અભ્યાસમાં ઘેડ વિસ્તારના ગામોમાં ખાસ ગ્રામસભાના આયોજનો અને વિવિધ અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઘેડ વિસ્તારના અનુભવી સ્થાનિકોના સુચનો-મંતવ્યો લેવામાં આવ્યા હતા.આ અભ્યાસમાં ટૂંકા, મધ્યમ અને લાંબા ગળાના ઉકેલ સુચવામાં આવ્યા છે.અભ્યાસના તારણોની તલસ્પર્શી ચકાસણી બાદ જળસંપત્તિ વિભાગ દ્વારા સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં ત્રણ તબક્કાઓમાં કુલ ૧૧ પ્રકારની કામગીરીઓ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ,મંત્રી કુંવરજીએ ઉમેર્યું હતુ.
જળસંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કામગીરીની વધુ વિગતો આપતાં કહ્યું હતુ કે, પ્રથમ તબક્કામાં વિવિધ નદીઓ, કેનાલો અને વોંકળાઓની વહનક્ષમતા અસરકારક રીતે વધારવા માટે વિવિધ અવરોધોને દુર કરવા તથા નદીઓ, કેનાલો, વોંકળાઓની સાફ-સફાઇ અને ડિસીલ્ટિંગના કામો, મીઠા પાણીની જરીયાતને ધ્યાને લઈ હયાત તળાવોને ઉંડા કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કાની આ કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજીત રકમ .૧૩૯.૪૨ કરોડના કામોના ટેન્ડર મંજુર કરાયા છે જેની કામગીરી ટૂંક સમયમાં શ કરી દેવામાં આવશે. મંત્રી પટેલે કહ્યું હતુ કે, બીજા તબક્કાના કામોમાં મુખ્ય નદીઓ અને વોંકળાઓ પર કાંઠા સંરક્ષણના કામો,નદી-વોંકળા પરના હયાત સ્ટ્રક્ચરોના નવીનીકરણના કામો, મુખ્ય નદીઓના ડાયવર્ઝનના કામો, નદીઓના મુખ પર પાણીના અસરકારક નિકાલ માટેના સ્ટ્રક્ચરોના બાંધકામના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગ દ્વારા અંદાજીત .૧,૫૩૪.૧૯ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.બીજા તબક્કાના કામો આગામી બે વર્ષમાં પુર્ણ કરવાનું આયોજન છે.જ્યારે આ વિસ્તારમાં ત્રીજા તબક્કામાં નદીઓના મુખો પર નવા બાંધકામો, મુખ્ય નદીઓના આંતરીક જોડાણો અને ઘેડ વિસ્તારની ઉપરવાસમાં પાણી સંગ્રહના બાંધકામો જેવા કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવશે.
આ ત્રણ તબક્કાના કામો પુર્ણ થવાથી ઘેડ વિસ્તારમાં ભરાતા વિવિધ નદીઓના પુરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે જેનો સૌથી વધુ ફાયદો આ વિસ્તારના ખેડુતોને થશે તેમ, મંત્રી પટેલે ઉમેર્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech