વીંછિયાના અજમેરનો શખસ રાજકોટ–ચોટીલામાં ગાંજાની સપ્લાય કરતો

  • November 21, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયા તાલુકાના અજમેર ગામની સીમમાં વાડીમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી અહીં ૧૫ વીધા જમીનમાં કરાયેલું ગાંજાનું વાવતેર ઝડપી લીધું હતું.પોલીસને અહીંથી . ૭,૫૯,૬૦૦ ની કિંમતના ૭૫ કિલો ગાંજા ૪૦ છોડવા મળી આવ્યા હતાં. ગાંજાના આ જથ્થા સાથે વાડીમાલિકને ઝડપી લીધો હતો.આરોપીએ સાતમ આઠમ બાદ અહીં વાડીએ ગાંજાનું વાવેતર કર્યુ હોવાનું માલુમ પડયું છે.દસેક દિવસ બાદ તે આ ગાંજાનું વાવતેર કાઢે તે પૂર્વે જ પોલીસે દરોડો પાડયો હતો.આરોપી આગાઉ ત્રણ વખત ગાંજાનું વાવતેર કરી ચૂકયો હોવાનું અને તે ગાંજો રાજકોટ અને ચોટીલામાં આપતો હોવાનું માલુમ પડયું છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર દ્રારા જિલ્લામાં માદક પદાર્થની હેરફેર અને સેવન સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઇ એફ.એ.પારગીની રાહબરી હેઠળ પીએસઆઇ બી.સી.મીયાત્રા તથા તેમની ટીમ જસદણ પંથકમાં તપાસમાં હતી.દરમિયાન હેડ કોન્સ. વિજયભાઇ વેગડ અને હિતેશભાઇ અગ્રવાતને મળેલી બાતમીના આધારે વીંછિયાના અજમેર ગામની સીમમાં આવેલી રાયધન વાલજીભાઇ ગબુ (કોળી) (ઉ.વ ૨૫) ના ખેતરમાં દરોડો પાડતા અહીંથી કપાસ,તુવેર અને જુવારની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું.અહીંથી ૭૫ કિલો ગાંજા ૪૦ છોડવા મળી આવ્યા હતાં. જેથી પોલીસે વાડીમાલિક રાયધનની ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
પાોલીસે વધુમાં જણાવ્યું હતું કે,ગાંજાના વાવતેરમાં ઝડપાયેલા આરોપી રાયધનને વારસાઇ ભાગમાં ૧૫ વીઘા જમીન આવી હતી.આ ખેતીની જમીનમાં તે ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે.તે અહીં અજમેર ગામની સીમમાં વાડીમાં જ રહે છે.તેણે સાતમ આઠમ બાદ અહીં ગાંજાનું વાવેતર કર્યુ હતું.આગામી અઠવાડિયામાં તે વાવતેર ઉતારી લઇ ગાંજાનો વેચવાની ફીરાકમાં હતો પણ તે પૂર્વે જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
આરોપીની પુછતાછ કરતા આ શખસે અગાઉ પણ ત્રણેક વખત આ રીતે ગાંજાનું વાવેતર કરી ચૂકયો હોવાનું માલુમ પડયું છે.આરોપી રાજકોટ અને ચોટીલાના શખસોને ગાંજાનું વેચાણ કરતો હતો.પોલીસે અહીંથી ૭૫ કિલો ગાંજાનું વાવતેર કબજે કરી આરોપી સામે વીંછિયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે

આરોપી દારૂની પણ હેરાફેરી કરતો
પોલીસની તપાસમાં ગાંજાનું વાવેતર કરતા ઝડપાયેલો આરોપી રાયધન અગાઉ આઠ માસ પૂર્વે દાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.આરોપી ગાંજાની સાથે દાનું પણ વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application