આજકાલ પ્રતિનિધિ-ભાવનગરજેસરમાં પોણા બે વર્ષ પૂર્વે મનોવિકૃત શખ્સે હવસ સંતોષવા માટે ગૌવંશ સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની શર્મનાક ઘટનાના કેસમાં જેસર કોર્ટે શખ્સને ત્રણ વર્ષની કેદ અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
જેસરમાં રહેતો હનીફ ઈસ્માઈલભાઈ સૈયદ નામના શખ્સે ગત તા.૦૨ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રાત્રિના તેની અનાજ દળવાની ઘંટીની બહાર ઓટલા પર ઉભા રહી અંધારાનો લાભ લઈ ગૌવંશ સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. શખ્સના આ અધમ કૃત્યનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચારી મચી હતી. દરમિયાનમાં હનીફ સૈયદ નામના શખ્સ સામે મુસ્લિમ સમાજના અગ્રણીએ ફરિયાદ નોંધાવતા જેસર પોલીસે આઈપીસી ૩૭૭, એનિમલ એક્ટની કલમ ૧૧ (૧) (એ) મુજબ ગુનો દાખલ કરી શખ્સની ધરપકડ કરી હતી.
જે કેસ જેસરના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ.ટી. તિવાડીની કોર્ટમાં ચાલી જતાં સાક્ષીઓની જુબાની અને આધાર-પુરાવાઓને ગ્રાહ્ય રાખી વિદ્વાન ન્યાયમૂર્તિ એ.ટી. તીવાડીએ કરેલા સજાનો હુકમમાં આરોપી હનીફ ઈસ્માઈલભાઈ સૈયદને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષ કેદની સજા અને રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત બચાવ પક્ષના ધારાશાસ્ત્રીએ પ્રોબેશનનો લાભ મેળવવા માટે કરેલી અરજીને પણ કોર્ટએ ફગાવી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech