શખ્સની સંડોવણી : ગાંજા સહિત ૧૦ હજારનો મુદામાલ કબ્જે
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં એક બાતમીના આધારે એસઓજીની ટુકડીએ એક શખ્સને ગાંજાનું વેચાણ કરતા પકડી લીધો હતો, ૧૦ હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો, પુછપરછમાં સુરતના શખ્સની સંડોવણી ખુલી હતી.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા, નશાખોરી રોકવા, નો ડ્રગ્સ ઇન જામનગર અભિાયાન શરુ કરવામાં આવ્યું છે જે અનુસંધાને એસઓજી પીઆઇ ચૌધરી, પીએસઆઇ ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન એસઓજીના વિરેન્દ્રસિંહ, બળભદ્રસિંહ અને ચંદ્રસિંહને ખાનગી બાતમી મળેલ કે, બેડી રામ મંદિર ચોકમાં સલીમ સુભણીયા ગાંજાનું છુટક વેચાણ કરવા આવવાનો છે જેથી આ જગ્યાએ રેઇડ કરતા જામનગરના ધરારનગર-૨ બેડેશ્ર્વર ડાંગરવાડાના અને હાલ સલાયા ગામમાં રહેતા સલીમ સીદીક સુભાણીયા નામના શખ્સને પકડી લીધો હતો.
તેની પાસેથી ૫૦૦ ગ્રામ ગાંજો તથા અન્ય મળી કુલ ૧૦ હજારનો મુદામાલ કબ્જે કરાયો હતો તપાસ દરમ્યાન સુરતના મુકેશ ઉર્ફે ભાઇનું નામ ખુલ્યુ હતું, શખ્સો સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
***
કાલાવડના રીનારી સીમમાં વિદેશી શરાબનો જંગી જથ્થો ઝબ્બે: વાડીમાં ગ્રામ્ય પોલીસ ત્રાટકી : ૯૬૦ ચપટા, ૪૯૨ બોટલ મળી ૪.૩૮ લાખનો મુદામાલ જપ્ત : મુળીલાનો શખ્સ ફરાર
કાલાવડના રીનારી ગામમાં મનોજ શિયાણીની વાડીએ વિદેશી શરાબનો જથ્થો સંતાડવામાં આવ્યો છે એવી બાતમીના આધારે ગ્રામ્ય પોલીસે દરોડો પાડીને એક શખ્સને ઇંગ્લીશ દારુના ૯૬૦ ચપટા, ૪૯૨ શરાબની બોટલ, મોબાઇલ મળી કુલ ૪.૩૮ લાખના મુદામાલ સાથે પકડી લીધો હતો. તપાસ દરમ્યાન મુળીલા ગામના શખ્સનું નામ ખુલ્યુ હતું જેને શોધી કાઢવા તપાસ લંબાવવામાં આવી રહી છે.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં દારુ જુગારની પ્રવૃતી ડામવા અને અસરકારક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી ડીવાએસપી ડી.પી. વાઘેલા, સીપીઆઇ ધ્રોલના માર્ગદર્શન હેઠળ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એ. પરમારની સુચના અનુસાર સ્ટાફ પેટ્રોલીંગમાં હતો જે દરમ્યાન કુલદીપસિંહ જાડેજા તથા અલ્તાફભાઇ સમાને ખાનગી રાહે બાતમી મળેલ કે, રીનારી સીમમાં મનોજ શિયાણીની ભોગવટાની વાડીએ ઇંગ્લીશ દારુનો જથ્થો રાખેલ છે.
જે હકીકત આધારે પોલીસે રેઇડ કરતા ઇંગ્લીશ દારુના ૯૬૦ ચપટલા, વ્હીસ્કીની ૪૯૨ બોટલ અને એક મોબાઇલ મળી કુલ ૪.૩૮.૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો અને રીનારી ગામના મનોજ દેવજી શિયાણીને પકડી લીધો હતો જયારે કાલાવડના મુળીલા ગામનો મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજા ફરાર થઇ ગયો હતો જેની તપાસ ચલાવવામાં આવી રહી છે. દારુનો જથ્થો કયાથી મેળવ્યો અને કયાં સપ્લાય થતો હતો એ સહિતની પુછપરછ ચલાવવામાં આવી રહી છે.
***
દાત્રાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલાની સુચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ રમેશભાઈ માધર તથા ખીમાભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાલુકાના દાત્રાણા ગામે રહેતા લાલા રણમલ કંડોરીયા નામના ૨૭ વર્ષના શખ્સને રૂપિયા ૨૧,૨૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૫૩ બોટલ તથા રૂપિયા ૫,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૨૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ કામગીરી પી.આઈ. એસ.વાય. ઝાલા, હેડ કોન્સ્ટેબલ જયમીનભાઈ ડોડીયા, ખીમાભાઈ આંબલીયા, દિવ્યરાજસિંહ જાડેજા અને રમેશભાઈ મધર દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech