ખોડીયાર કોલોનીમાંથી ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝડપાયો

  • September 12, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સમર્પણ સર્કલ પાસે બસ સ્ટેન્ડ નજીક થી સપ્તાહ પૂર્વે એક આસામી નો મોબાઈલ ચોરાઈ ગયો હતો. તે મોબાઈલ સાથે પોલીસે એક શખસને ખોડિયાર કોલોની નજીક થી ઝડપી લીધો છે.


જામનગરના સમર્પણ સર્કલ પાસેથી ગઈ તા.૧ ની સાંજે એક આસામીનો રૂ. ૧૦ હજારની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. તેની ફરિયાદ પોલીસ સ્ટેશન માં કરવામાં આવી હતી.

આ ગુન્હાની તપાસ માં  બાતમી મળી હતી કે, ચોરાઉ મોબાઈલ સાથે ખોડિયાર કોલોની બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ આવ્યો છે. ત્યાંથી પોલીસે રણજીતનગરમાં જૂના હુડકામાં રહેતા રફીક મહંમદ દરજાદા નામના શખ્સને ઝડપી લીધો  હતો. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી સેમસંગ કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો. તે અંગે પૂછપરછ કરાતા આ શખ્સે મોબાઈલ ચોરાઉ હોવાની કબૂલાત આપી છે. પોલીસે રૂ. ૧૦ હજાર નો મોબાઈલ કબજે કરી રફીક દરજાદાની ધરપકડ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application