લોધિકા તાલુકાના હરિપર તરવડામાં સામાન્ય અકસ્માત બાદ પરપ્રાંતીય શ્રમિક યુવાન પર ગામમાં જ રહેતા છ શખસો ધોકા અને લાકડી વડે તુટી પડયા હતાં.જેમાં યુવાનને માથામાં ભાગે ઇજા પહોંચી હતી તથા પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી લોધિકા પોલીસે આઠ શખસો સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ યુપીનો વતની અને હાલ હરીપર તરવડા રોડ પર ચીભડા ગામ પાસે આવેલી એન્જલ ટયુબ કંપનીમાં કામ કરી અહીં કંપનીના જ રૂમમાં રહેતા શ્રમિક યુવાન અનુપકુમાર લાલજીભાઇ રાજભર(ઉ.વ ૨૭) દ્વારા લોધિકા પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરીપર તરવડા ગામે રહેતા મહોબત મહેબુબ ઠેબા, અરમાન, રાહુલ રાજેશભાઇ સોલંકી, સાહિલ શબ્બીરભાઇ ઠેબા, અહેમદ યુનુશભાઇ શકરીયાણા, અમિત કરીમભાઇ ઠેબા તથા અન્ય બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે તેને રજા હોવાથી તે રાવકીમાં કામ કરનાર પીતરાઇ ભાઇને મળવા માટે ગયો હતો.બાદમાં સાંજના ઘરે પરત હતો ત્યારે હરીપર ગામ પહેલા ડાબી બાજુ આવેલી દરગાહ પાસે પહોંચતા હરીપર તરવડા મહેબુબ ઠેબા બાઇક લઇને સામેથી આવતા બંનેના વાહન વચ્ચે સામાન્ય ટક્કર થઇ હતી. બાદમાં સાત જેટલા અજાણ્યા શખસો અચાનક લાકડી અને ધોકા સાથે આવી યુવાન પર હુમલો કરી દીધો હતો.જેમાં યુવાનને માથાનાભાગે તથા પગના ભાગે લાકડી અને ધોકાના ઘા ફટકારી દીધા હતાં. જેથી યુવાન લોહીલુહાણ થઇ પડી ગયો હતો.બાદમાં આ શખસોએ ધમકી આપી હતી કે જો આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો તને જીવતો નહીં રહેવા દઉં. બાદમાં આ શખસો અહીંથી જતા રહ્યા હતાં. ત્યાંથી કોઇએ યુવાનના શેઠને ફોન કરતા તેણે અહીંથી એક માણસ મોકલ્યો હતો.
ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા તેને માથાના ભાગે બે ટાંકા આવ્યા હતાં.તથા પગમાં ફ્રેકચર થઇ ગયું હોવાનું માલુમ પડયું હતું. યુવાનની ફરિયાદ પરથી લોધિકા પોલીસે આરોપીઓ સામે રાયોટ,ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર મહાનગરપાલિકામાં લાયકાત વગરના કર્મચારીને કામ પર રાખ્યાનો થયો ગંભીર આક્ષેપ
May 24, 2025 02:37 PMઅભિનેતા મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન
May 24, 2025 02:36 PMરાણાવાવમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું થયુ ચેકીંગ
May 24, 2025 02:35 PM17 વર્ષના રામજીએ નાસાની વેબસાઇટમાં ખામી બતાવી: યુએસએ હોલ ઓફ ફેમમાં સ્થાન આપ્યું
May 24, 2025 02:34 PMકડીયાપ્લોટનું રેલ્વેફાટક ૪૮ કલાક સુધી રહેશે બંધ
May 24, 2025 02:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech