વાંકાનેરમાં નીરણની આડમાં છૂપાવેલ ૨.૧૩ લાખના દારૂ સાથે શખસ ઝડપાયો
વાંકાનેરમાં નીરણની આડમાં છૂપાવેલ ૨.૧૩ લાખના દારૂ સાથે શખસ ઝડપાયો
June 19, 2026 10:55 AM
વાંકાનેર તાલુકા પોલીસે નીરણની આડમાં છકડો રીક્ષામાં ઈંગ્લીશ દાની ૨૮૭ બોટલના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને પોલીસે ઝડપી લઈને ૨.૭૩ લાખનો મુદામાલ કબજે લીધો છે.વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અરણીટીંબા ગામ નજીકથી એક છકડો રીક્ષામાં નીરણસુકા ઘાસની આડમાં દાનો જથ્થો ભરી વાંકાનેરથી મીતાણા તરફ જવાનો હોવાની બાતમી મળતા ટીમે અરણીટીંબા ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી અને છકડો રીક્ષા નીકળતા રોકી ચેક કરતા નીરણસુકા ઘાસ નીચે છુપાવેલ ઈંગ્લીશ દાની ૨૮૭ બોટલ કીમત ૨,૧૩,૭૧૮ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દાનો જથ્થો, છકડો રીક્ષા કીમત ૫૦ હજાર અને મોબાઈલ કીમત ૧૦ હજાર સહીત કુલ ૨,૭૩,૭૧૮ નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપીઓ અજય ખાચર રહે તરઘરા તા. બોટાદ અને અજયસિંહ હામુભા જાડેજા રહે વીરવાવ એમ બે આરોપીના નામ અને મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છ