નિરમા ચોકડી નજીકથી વિદેશી દા‚ ભરેલી ઇકોકાર સાથે શખ્સ ઝડપાયો

  • March 19, 2025 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે,  સાબીર હબીબભાઇ હોથી રહે.કુંભારવાડા, ભાવનગર. ઇકો કાર નં.ૠઉં-૦૧-છઉ-૬૨૦૯ માં ગેર કાયદેસર વિદેશી  દારૂનો જથ્થો ભરીને વેંચાણ માટે  બાવળીયાળી થી ભાવનગર તરફ આવે છે. જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ રોડ, નિરમા ચોકડી રોડ ઉપર વોચ રાખી  બાતમીવાળી ઇકોકાર  આવતાં તેને પકડી  તપાસ કરતા વિદેશી  દારૂનો જથ્થો મળી આવતા કારમાં રહેલા સાબીર હબીબભાઇ હોથી ઉ. (વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.મકાન નં.૨૪૪, શેરી નં.૭, મહમદ મસ્જીદની પાછળ, બાથાભાઇનો ચોક, કુંભારવાડા, ભાવનગર)ની ધરપકડ કરી પૂછપરછ કરતા ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલવા રહે.માણેકવાડી, ભાવનગર)નું નામ ખુલતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application