જામનગરમાં કારખાના પાસેથી પિત્તળની બ્લેડો ચોરી કરનાર ઝડપાયો

  • November 22, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ પૈડા વાળી સાયકલ અને પિત્તળનો સામાન કબ્જે કર્યો


જામનગરના એમપી શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાનાની બહાર રાખવામાં આવેલા પિત્તળના ત્રણ વજનદાર પાટ્ર્સની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ કારખાનાના મેનેજર દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, જે ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલાયો છે, અને ત્રણ પૈડા વાળી સાયકલમાં પિત્તળનો ચોરાઉ સામાન લઈને નીકળેલા એક દેવીપુજક શખ્સને પોલીસે ઝડપી લીધો છે.


જામનગરમાં એમપી શાહ ઉદ્યોગ નગરમાં આવેલા એક કારખાનાની બહાર પરમદીને રાત્રે પિત્તળની વજનદાર ત્રણ બ્લેડ રાખવામાં આવી હતી, જેની અંદાજે કિંમત 45,000 રૂપિયા થાય છે. જે ત્રણેય વજનદાર બ્લેડની કોઈ તસ્કરો રાત્રી દરમિયાન ચોરી કરી લઈ ગયા હતા.


જે ચોરીના બનાવ અંગે કારખાનામાં કામ કરતા મેનેજર પ્રેમનાથ કૂલનાથ કુશવાહાએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાનમાં સીટી-સી ડીવીઝનના પીઆઇ ચાવડાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે યશપાલસિંહ, પ્રદિપસિંહ અને હોમદેવસિંહને મળેલી બાતમી આધારે જાગૃતીનગર રોડ પર વોચમાં રહીને અહીંથી નીકળેલા રામનગર કુકડા કેન્દ્રની પાછળ રહેતા અજય પરસોતમ રાઠોડ નામના દેવીપુજક શખ્સને 90 કીલો વજનની પિત્તળની બ્લેડો કિ. 45 હજાર અને ત્રણ વ્હીલવાળી સાયકલ સાથે દબોચી લીધો હતો. અને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application