શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયા દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખસો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી .
દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઈન્દ્રસિંહ જાડેજા, ફિરોજ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને રાજકોટના બસ સ્ટેન્ડ પાછળ જય અંબે ટી સ્ટોલ નામની દુકાન સામે જાહેર રોડ ઉપર એક શખ્સ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમી મળતા ટીમે દરોડો પાડી આ શખસને અટકમાં લઈ નામ પૂછતાં ધર્મેન્દ્ર ઉર્ફે નરેન્દ્ર ઉર્ફે લાલો બાબુ ભાટી (ઉ.વ.24, રહે-સણવા ગામ, ભાભર, બનાસકાંઠા) હોવાનું જણાવ્યું હતું.
આ શખસની અંગજડતી લેતા તેની પાસેથી 9.56 ગ્રામ મેફેડ્રોન મળી આવતાં રૂ.95600 નો એમડી ડ્રગ્સ સહિત રૂ.1 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ શખસને ભાભરના ઇમરાન ઘાંચી નામના શખ્સે એમડી ડ્રગ્સ આપી રાજકોટ સપ્લાય કરવા માટે મોકલ્યો હતો. આરોપીને એક ખેપના 2000 રૂપીયા કમીશન મળતું હતું. પોલીસે રાજકોટના ક્યાં પેડલરને ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો અને તેને શોધી કાઢવા તથા ઇમરાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech