ઉપલેટા પાસેથી ગેરકાયદેસર ભરેલી રેતીના ટ્રકને ઝડપી પાડતા મામલતદાર

  • August 22, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક મામલતદારે મળેલી બાતમીને આધારે વોચમાં રહી ઉપલેટા પાસેથી ગેરકાયદેસર રીતે ભરેલ રેતીના ટ્રકને ઝડપી લઈ સ્થાનિક પોલીસને સોંપ્યો હતો.ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે બાયપાસ પાસે રોડ ઉપર ગેરકાયદેસર ભરેલ રેતીના ટ્રકને અટકાવી ચાલક પાસે રોયલ્ટીની પહોંચ માગતા તે ન હોવાથી ટ્રકમાં ભરેલ ૨૭ ટન રેતી ગેરકાયદેસર હોય ટ્રક સહિત મુદ્દામાલ ૧૦ લાખ ૩૫ હજારનો શીલ કરી સ્થાનિક પોલીસને સોંપી આપવામાં આવેલ હતો. આ કામગીરીમાં મામલતદાર મહેશ ધનવાણી, નાયબ મામલતદાર રામભાઈ કંડોરિયા વિગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application