મારામારીના કેસમાં સમાધાનનું કહી મામા–ભાણેજને ધમકાવી, તોડફોડ

  • September 27, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના શ્રદ્ધા પાર્ક પાસે કવિ કલાપી ટાઉનશીપમાં રહેતા યુવાને અગાઉ થયેલા મારામારીના કેસમાં સમાધાન કરવાનું કહી ધમકી આપી હતી તેમજ આ કેસમાં ફરિયાદી એવા યુવકના મામા જે બાબરીયા કોલોનીમાં રહેતા હોય તેના ઘરે જઈ અહીં બાઈકમાં તોડફોડ કરી હતી આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન આ ત્રણ આરોપી પૈકી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બે આરોપીઓને નશાની હાલતમાં ઝડપી લીધા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શ્રદ્ધા પાર્ક પાસે કવિ કલાપી ટાઉનશીપ ચોથા માળે વિંગ ૪૦૧ માં રહેતા સુરજ કાળુભાઈ મોરી(ઉ.વ ૨૫) નામના યુવાને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીેશ ઉર્ફે બાવકો અરવિંદભાઈ ગોહેલ, દિનેશ ઉર્ફે બચ્ચું અરવિંદભાઈ ગોહેલ અને ચિરાગ ઉર્ફે બકાલીના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૯૯૨૦૨૨ ના બાબરીયા કોલોની વિસ્તારમાં રહેતા તેના મામા પપ્પુભાઈ કાળુભાઈ ભાલીયાએ દિનેશ અને તેના બે ભાઈ જીેશ ઉર્ફે બચ્ચુ અને રણજીત ઉર્ફે કાનો વિદ્ધ મારામારી અંગેની ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવાન સાક્ષી છે.
આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તારીખ ૨૫૯ ના કેસની મુદત હોય અહીં વકીલે કોર્ટમાં સમાધાન માટે કહેતા યુવાને ઇન્કાર કર્યેા હતો જેથી તેમાં મુદત પડી હતી.
દરમિયાન બપોરના સમયે યુવાનને જીેશ ઉર્ફે બાવકાનો ફોન આવ્યો હતો અને તેને સમાધાનનું કહ્યું હતું પરંતુ યુવાને ના કહેતા તે વારંવાર ફોન કરવા લાગ્યો હતો. જેથી યુવાને તેના ફોન ઉપાડવાનું બધં કરી દીધું હતું બાદમાં આ જીેશે અહીં કલાપી ટાઉનશીપના પગીના ફોન મારફત યુવાનની માતા રેખાબેન સાથે ફોન પર વાત કરી કહ્યું હતું કે, સૂરજને કહેજો સમાધાન કરી લે નહીંતર ઉપાડી લઇશ હાલ બે હાલ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં બીજા દિવસે યુવાનને તેના મામા પપ્પુ ભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, રાત્રે બાબરીયા કોલોની ખાતે મારા ઘર પાસે જીેશ, દિનેશ આવી ગાળાગાળી કરતા હતા. બાદમાં દિનેશ તથા અન્ય બે શખસો યુવાનના ઘર પાસેની સોસાયટી આસપાસ આંટાફેરા કરતા હતા તેમજ દિનેશ કારમાંથી છરી લઈને ઉતર્યેા હતો અને સુરજ વિશે પૂછપરછ કરી ધાક ધમકી આપી હતી તેમજ આ શખસોએ યુવાનના મામા પપ્પુભાઈના ઘરે જઈ અહીં બહાર પડેલ પાડોશી મનીષભાઈના વાહનમાં તોડફોડ કરી ૧૦,૦૦૦ નું નુકસાન કયુ હતું. જેથી યુવાને આ અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application