શિવરાજપુર ગામે 500 વર્ષ થી યોજાતો મલ્લકુસ્તી મેળો સંપન્ન

  • September 19, 2024 10:57 AM 

દેવભૂમિ દ્વારકા ના શિવરાજપુર ગામે કોમી એક્તા સ્વરૂપ જાકુબશા દાદા ના ઉર્ષ નિમિતે દર ભાદરવી પૂનમ ના અહી મલ્લકુસ્તી જુનવાણી ઢબે યોજાય છે. અને 500 વર્ષ થી યોજાતા આ મેળામાં ગ્રામ્ય લોકો ખુબજ ઉત્સાહ થી કુસ્તી લડી આંનદ મેળવે છે. હિંદુ મુસ્લિમ બંને કોમ ના લોકો અહી જાકુબશા દાદાને શીશ ઝુકાવે છે. 


દ્વારકા થી 10 કિમી દુર આવેલ મુસ્લિમ સ્થાનક પણ હિંદુઓ નું માનીતું સ્નાતક ગણાતું જકુબશાદાદાની દરગાહે તેમના ઉર્ષ નિમિતે મેળો ભરાય છે અને દુરદુર થી અહી મલ્લ કુસ્તીબાજો  કુસ્તી લડે છે. 200 જેટલા કુસ્તીબાજોનો અહી મેળાવડો જોવા મળે છે.


અગાઉ ના વર્ષો માં રાજા મહારાજાઓ પોતાના સૈન્યમાં ભરતી કરવા આવ કુસ્તી મેળા યોજતા, અને સારા કુસ્તીબાજોને સૈન્યમાં ભરતી કરતા. ત્યારના સમયથી આ કુસ્તી મેળા અહી યોજાય છે. અને ગામ લોકો તરફ થી વિજેતા કુસ્તીબાજોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.     

કહેવાય છે કે મહાભારતના સમયથી આ કુસ્તી મેળો યોજાતા હોવાનું લોકમુખે સાંભળવા મળ્યું છે. જે પરંમ્પરા આગળના લોકો દ્વારા હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. આ મેળામાં મોટી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડે છે અને ભવ્ય લોક સંસ્કૃતિની ઝલક  આ મેળામાં જોવા મળે છે. કુસ્તી સાથે કોમી એક્તાના દર્શન પણ મેળામાં થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application