લાંબા સમયથી ચાલી રહેલા સસ્પેન્સ અને અટકળોનો અંત
આખરે પૂજા જોશીએ મલ્હાર ઠાકર સાથે તેના લગ્નની જાહેરાત કરી દીધી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અભિનેત્રીએ જાહેર કરી દીધું કે તે અને મલ્હાર ઠાકર જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. ઘણીવાર અભિનેતાને આ અંગે સવાલો પણ પૂછવામાં આવ્યા છે, પણ ત્યારે અભિનેતાએ હંમેશા જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા અભિનેતાએ જાહેરાત કરી દીધી કે તે જલ્દી જ લગ્ન કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાશે.
દરેક ચર્ચા પર પૂર્ણવિરામ લગાવતા અભિનેતાએ જાહેરાત કરી દીધી છે કે તે નવેમ્બર 2024ના અંતમાં લગ્ન કરશે. અભિનેત્રી પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, "તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીએ છીએ. રીલથી રિયલ સુધી.. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ!"
અહીં ઉલ્લેખનીય છે કે પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. આ પછી જ તેમના સંબંધોની ચર્ચાઓ ઉઠી હતી. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી પૂજા જોષીએ પણ સ્વીકાર્યું કે તે અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાના છે. કોરોનાના સમયે અભિનેત્રીએ મલ્હાર સાથે એક વેબસીરીઝ કરી હતી, વાત વાતમાં. એ સીરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને લગ્ન સ્પેશિયલ અને વીર ઈશાનું સીમંત નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે ક્યારે અમે એકબીજાને ગમવા લાગ્યા એનો ખ્યાલ પણ ન આવ્યો અને આખરે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરિવારના સભ્યોએ પણ અમારા આ નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી. એટલે હવે અમે લગ્નગ્રંથિથી જોડાઈશું. જણાવી દઈએ કે 34 વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર 32 વર્ષીય અભિનેત્રી પૂજા જોષી સાથે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે લગ્ન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech