દરેક જીવ એક સારા જીવનસાથીની શોધમાં હોય છે. જ્યારે વંશ વધારવાની વાત આવે અથવા યોગ્ય સંવર્ધનની વાત હોય. આવી જ એક શાનદાર માદાની શોધમાં એક નર હમ્પબેક વ્હેલ પેસિફિક મહાસાગરથી હિંદ મહાસાગર સુધી પ્રવાસ કર્યો. તેણે ત્રણ મહાસાગરો પાર કર્યા. 13046 કિલોમીટરનું અંતર કાપીને દરિયાઈ સફરનો રેકોર્ડ તોડ્યો.
વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી આ નર વ્હેલને ટ્રેક કરી રહ્યા હતા. તે 10 જુલાઈ 2013ના રોજ ઉત્તરીય કોલમ્બિયન પેસિફિક મહાસાગરમાં ટ્રિબુગા ખાડીમાં જોવા મળી હતી. આ પછી તે ફરીથી 13 ઓગસ્ટ 2017 ના રોજ પેસિફિક મહાસાગરમાં જોવા મળી હતી. ત્યારબાદ તે 22 ઓગસ્ટ 2022 ના રોજ હિંદ મહાસાગરની ઝાંઝીબાર ચેનલમાં દેખાઈ. આ પ્રજાતિનો સૌથી લાંબો અંતર કાપવાનો આ રેકોર્ડ છે. તેણે સમગ્ર પૃથ્વીની આસપાસ 13 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું.
આ વ્હેલનો અભ્યાસ કરી રહેલી ટીમના વૈજ્ઞાનિક ટેડ ચીઝમેને કહ્યું કે આ સફરનો એક જ હેતુ હતો. તેના માટે યોગ્ય માદા વ્હેલ શોધવી. નર વ્હેલ પહેલા કોલંબિયાથી પૂર્વ તરફ ગઈ. પછી તે દક્ષિણ સમુદ્ર તરફ ગઈ. અહીં તેણે એટલાન્ટિક મહાસાગરમાં પોતાના માટે માદાની શોધ કરી. તેણે એટલાન્ટિકમાં ઘણી માદા વ્હેલને આકર્ષવાનો પ્રયાસ કર્યો પરંતુ મામલો થાળે પડ્યો ન હતો. આ પછી તેણે પોતાની દિશા બદલી. તે હિંદ મહાસાગર તરફ આગળ વધી. સામાન્ય રીતે વ્હેલની દરિયાઈ મુસાફરીની ચોક્કસ પેટર્ન હોય છે. દર વર્ષે તેઓ ઉત્તરથી દક્ષિણ તરફ 8000 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.
પરંતુ આ નર વ્હેલએ રેકોર્ડ બનાવ્યો છે. જેના કારણે દરિયાઈ નિષ્ણાતોની જૂની થિયરી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. અગાઉ માદા હમ્પબેક વ્હેલએ 1999 થી 2001 વચ્ચે બ્રાઝિલથી મેડાગાસ્કર સુધીની 9800 કિલોમીટરની સૌથી લાંબી મુસાફરી કરી હતી. તેણીનો હેતુ એક સારો પુરૂષ શોધવાનો પણ હતો. સંવર્ધન સીઝન દરમિયાન આ સામાન્ય છે. વ્હેલ લાંબા અંતરની મુસાફરી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુરુષોમાં પેટના કેન્સરનું જોખમ વધારે, જાણો તેના કારણો
December 12, 2024 05:48 PMબાજરીના રોટલા સાથે આ 3 વસ્તુઓ બિલકુલ ન ખાવી ,નહીતર બીમારીને આમંત્રણ
December 12, 2024 05:13 PMઆ ગામના યુવાનો સાથે આ કારણે લગ્ન કરવા નથી ઈચ્છતી યુવતીઓ!
December 12, 2024 04:59 PMમાદાની શોધમાં નર વ્હેલએ ત્રણ મહાસાગર કર્યા પાર, 13 હજાર કિમીનું અંતર કાપીને તોડ્યો રેકોર્ડ
December 12, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech