માલદીવ સાથે સંબધં વણસ્યા બાદ ડેમેજ કન્ટ્રોલની ચાલી રહેલી ગતિવિધિ અંતર્ગત માલદીવના વિદેશમંત્રી મુસા ઝમીર સાથે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે નવી દિલ્હીમાં ખાસ બેઠક યોજી હતી જેમાં ભારતે માલદીવને યાદ અપાવ્યું કે તે તેના દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરી રહ્યું છે. ભારતની યોજનાઓથી માલદીવના લોકોના જીવનમાં કેટલો ફાયદો થયો છે. ભારતે તેમના જીવનની ગુણવત્તામાં સીધું યોગદાન આપ્યું છે. આ માળખાકીય પ્રોજેકટસ અને સામાજિક પહેલથી લઈને તબીબી અને આરોગ્ય સુવિધાઓ સુધીની છે.તે માલદીવના લોકોને મેડેવાક સેવાઓ પૂરી પાડે છે. આ માટે ત્યાં ભારતીય ટેકનિકલ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જયશંકરે કહ્યું કે આ બેઠક ભવિષ્યની દિશા નક્કી કરવાની તક પણ પૂરી પાડશે.
આ વાત ભારતના વિદેશ મંત્રીએસ. જયશંકરે કહ્યું કે ભારત પહેલા જ માલદીવને અનુકૂળ શરતો પર આર્થિક મદદ કરી ચૂકયું છે. બેઠકમાં બંનેએ દ્રિપક્ષીય સંબંધો, પ્રાદેશિક સુરક્ષા, વેપાર, વિકાસમાં ભાગીદારી અને ક્ષમતા નિર્માણ અને તાલીમ સંબંધિત પહેલો અંગે ચર્ચા કરી હતી.
આ પ્રસંગેર જયશંકરે કહ્યું કે ભારત માલદીવ માટે ઘણા પ્રસંગોએ પહેલો જવાબ આપનાર દેશ રહ્યો છે. તેમણે કહ્યું, નજીક અને નજીકના પડોશીઓ તરીકે, ભારત–માલદીવ સંબંધોનો વિકાસ પરસ્પર હિતો અને પરસ્પર સંવેદનશીલતા પર આધારિત છે. યાં સુધી ભારતનો સંબધં છે, આ અમારી નેબરહત્પડ ફસ્ર્ટ પોલિસી અને ઓશન એપ્રોચના સંદર્ભમાં વ્યકત કરવામાં આવ્યા હતા.
મીટિંગ પછી, વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું કે યાં સુધી ચોક્કસ મુદ્દાઓનો સંબધં છે,બંને પક્ષો ભારતીય ઉડ્ડયન પ્લેટફોર્મના સતત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે
મોદી પર મંત્રીઓની ટિપ્પણી એ સરકારનું સ્ટેન્ડ નથી: માલદીવ
મુસા ઝમીરે તેની સરકારને વડાપ્રધાન મોદી વિદ્ધ તેના કેટલાક મંત્રીઓની વાંધાજનક ટિપ્પણીઓથી દૂર કરી દીધી છે. તેમણે કહ્યું કે આ સરકારનું વલણ નથી અને તેનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. જમીરે એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે આવું ન થવું જોઈતું હતું. મુખ્યત્વે સોશિયલ મીડિયાના કારણે ગેરસમજ ઊભી થઈ છે. પરંતુ ભારત અને માલદીવ સરકાર હવે આગળ વધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech