ઈઝરાયેલ દ્વારા ગાઝા પર સતત હુમલા બાદ માલદીવે ઈઝરાયેલના પાસપોર્ટ ધારકોને તેના દેશમાં પ્રતિબંધ મુક્યો છે. કેબિનેટના આ નિર્ણયનો હવે માલદીવમાં જ વિરોધ થઈ રહ્યો છે. સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો.અબ્દુલ્લા ફિરોશે ઈઝરાયેલના પાસપોર્ટ પર માલદીવમાં પ્રવેશ પર પ્રતિબંધનો વિરોધ કર્યો છે. માલદીવમાં છેલ્લા છ મહિનાથી ઈઝરાયલી પાસપોર્ટ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી હતી, ત્યારબાદ મુઈઝુ સરકારે આ નિર્ણય લીધો છે.
માલદીવના હાયર એજ્યુકેશન મિનિસ્ટર અબ્દુલ્લા ફિરોશે કહ્યું કે દેશની વિદેશ નીતિ સોશિયલ મીડિયા યુઝર્સની માંગને ધ્યાનમાં રાખીને તેમણે ખુશ કરવા માટેની ન હોવી જોઈએ. વિદેશ નીતિના નિર્ણયો રાષ્ટ્રીય સંસાધનો, વ્યૂહાત્મક વિચારણાઓ, આર્થિક સ્થિતિ અને રાષ્ટ્રના એકંદર લાભને ધ્યાનમાં લીધા પછી લેવા જોઈએ. આ સાથે જ તેણે ફારિસ મૌમુનની એક પોસ્ટનો જવાબ માંગ્યો હતો, જેમાં તેણે ઇઝરાયલી પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકવાનું કારણ પૂછ્યું હતું.
મંત્રીએ કહ્યું કે ઈઝરાયેલના પાસપોર્ટ પર પ્રતિબંધ મુકવાથી દેશના મુસ્લિમો અને બેવડી નાગરિકતા ધરાવતા લોકોને માલદીવ આવતા અટકાવી શકાશે. તેનાથી દેશને આર્થિક નુકસાન થશે અને દેશની સુરક્ષા જોખમમાં આવી શકે છે. માલદીવની 98 ટકાથી વધુ વસ્તી મુસ્લિમ છે. ઈઝરાયેલના પાસપોર્ટ પર મંત્રીના નિવેદનનો લોકો વિરોધ કરી રહ્યા છે. ફિરોશના નિવેદનની દેશમાં ટીકા થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'લવયાપા' બોક્સ ઓફીસ પર સફળ રહી તો સિગરેટ છોડીશ: આમીર
January 08, 2025 12:24 PMરામ ચરણની 'ગેમ ચેન્જર' હિન્દી માર્કેટમાં દમ નહી બતાવી શકે
January 08, 2025 12:22 PMઆઇકોનિક અભિનેતા અમિતાભ અંધશ્રદ્ધાળુ પણ છે
January 08, 2025 12:21 PMહવે સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવશે રજનીકાંત
January 08, 2025 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech