ઘરે ગુલાબજળ બનાવવું ખૂબ જ સરળ, બહારથી ખરીદવાની ઝંઝટ થશે દૂર

  • August 22, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિષ્ણાતો ઘણીવાર સ્કીન કેર માટે દિનચર્યામાં ગુલાબજળનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. જો તમે પણ ત્વચાને ચમકદાર, નિષ્કલંક અને દોષરહિત બનાવવા માંગો છો, તો ઘરે જ શુદ્ધ ગુલાબજળ બનાવવાનો પ્રયાસ કરો. ઘરે બનાવેલ ભેળસેળ વગરનું ગુલાબજળ ત્વચા માટે વરદાન રૂપ સાબિત થશે. જાણો ઘરે ગુલાબ જળ બનાવવાની રીત:

સ્ટેપ 1 - ઘરે ગુલાબજળ બનાવવા માટે સૌથી પહેલા તાજી ગુલાબની પાંખડીઓને સારી રીતે સાફ કરવી પડશે.


સ્ટેપ 2 - હવે એક તપેલીમાં બે-ત્રણ કપ સ્વચ્છ પાણી અને તાજા ગુલાબની પાંખડીઓ નાખો.


સ્ટેપ 3 - ગુલાબની પાંખડીઓ યોગ્ય રીતે ડૂબી શકે તેટલું પાણી ભરેલું હોવું જોઈએ. પાણીની માત્રા વધુ કે ઓછી ન હોવી જોઈએ.


સ્ટેપ 4 - હવે તપેલીને મધ્યમ આંચ પર રાખો અને પાણીને ઉકાળો. આ પાણીને વધારે ઉકાળવાની જરૂર નથી.


સ્ટેપ 5 - ધીમે ધીમે પાણીમાં ગુલાબની પાંખડીઓનો રંગ દેખાવા લાગશે. ગુલાબની પાંદડીઓનો રંગ પાણીમાં સારી રીતે ભળી જવા દો.


સ્ટેપ 6 - હવે ગેસ બંધ કરો અને આ પાણીને ગાળી લો. આ ઘરે બનાવેલા ગુલાબજળને કોઈપણ સ્વચ્છ બોટલમાં સ્ટોર કરી શકો છો.


ગુલાબજળ ત્વચાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે. આ સિવાય આંખોમાં ગુલાબજળ નાખવાની પણ સલાહ આપવામાં આવે છે. બજારમાંથી ખરીદેલું ગુલાબ જળ ભેળસેળયુક્ત હોઈ શકે છે, તેથી ઘરે ગુલાબ જળ બનાવીને પણ અજમાવી શકો છો.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application